ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણીપંચે કરી લીધી તૈયારીઓ....
રાજ્યસભાની આવતીકાલે યોજાનાર ચૂંટણી (Rajyasabha Election 2020) ની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી લીધી છે. રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યસભાની આવતીકાલે યોજાનાર ચૂંટણી (Rajyasabha Election 2020) ની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી લીધી છે. રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે.
આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી : એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને હાર થઈ શકે છે
- પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ, ભાજપ
- બીજા ક્રમાંકમાં નરહરી અમીન, ભાજપ
- ત્રીજા ક્રમાંકે શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ
- ચોથા ક્રમાંકમાં રમીલાબેન બારા, ભાજપ
- પાંચમા ક્રમાંકે ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ
આરોગ્ય વિભાગના અધિકારી ચૂંટણીમાં હાજર રહેશે
રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોરોના વાયરસ ન ફેલાય એટલા માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવનાર છે. વિધાનસભા પ્રવેશ દ્વારથી માંડીને મતદાન મથકના ચોથા માળ સુધી સાવચેતી ભરવામાં આવી છે. કોરોના મહામારીને લઈને વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર માટે આધુનિક મશીન મૂકવામાં આવ્યા છે. આજે સવારે આરોગ્ય વિભાગના ખાસ ફરજ પરના અધિકારી દિનકર ત્રિવેદી દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને ડેમો આપવામાં આવ્યો છે. વિધાનસભા આવતીકાલે પ્રવેશનાર તમામ લોકોનું ટેમ્પરેચર અને ડોક્ટરી તપાસ કર્યા પછી જ મતદાન માટે જવા દેવામાં આવશે. વિધાન સભામાં હાજર તમામ મેડિકલ સ્ટાફને શું ધ્યાન રાખવું તેની સૂચનાઓ આપવામાં આવી છે.
21 જૂને કંઈક અપશુકનિયાળ થવાનું છે? ચૂડામણી સૂર્યગ્રહણ સમયે જ્યોતિષીઓએ આપ્યા આ સંકેત...
કોરોનાની અસર રાજ્યસભા ચુંટણી પર પણ જવા મળશે
મતદાન મથક અને મતગણતરી સ્થળને સંપૂર્ણ સેનેટાઈઝર કરવામાં બાદ જ મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ચૂંટણીમાં કોરોના મહામારીને લઈ ખાસ તકેદારીના પગલાં લેવાશે. વિધાનસભા પ્રવેશ પહેલા મેડિકલ ટીમ તપાસ કરશે. મેડિકલ ટીમ દ્વારા ધારાસભ્યોને થર્મલ ગનથી તપાસ થશે. સભ્યોને સેનિટાઇઝર આપવામાં આવશે. સભ્યો પાસે માસ્ક નહિ હોય તેને માસ્ક પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીના આગળના દિવસે અને ચૂંટણી પહેલા બે વાર મતદાન સ્થળનું સેનિટાઇઝેશન થશે. સેનિટાઇઝેશન અને મેડિકલ તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉલ્લેખીય છે કે, આ માટે કેન્દ્રીય ચુંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે, જે દિલ્હીથી ગુજરાત આવ્યા છે. મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પ્રથમવાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવશે. પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખી શકશે.
આજે ભાજપના નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર થશે. ભાજપના નેતાઓની બેઠક બપોરે યોજાશે. ધારાસભ્યોની ફરી બેઠક મળશે. ભાજપના ધારાસભ્યો મોકપોલમાં ભાગ લેશે. એકડા-બગડામાં ભૂલ ન થાય તે માટે તમામ ધારાસભ્યોને પ્રેક્ટિસ કરાવાશે. બપોરે ગાંધીનગરના ઉમિયા હોલમાં આ બેઠક યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર