કચ્છઃ ગુજરાતમાં અનેક નગરપાલિકા અને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ વીજ બિલ ન ભરી શકતા લાઇટ કનેક્શન કપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા મ્યુઝિયમ ખાતે વીજ બિલ ન ભરાતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટના મ્યુઝિયમનું વીજ બિલ ન ભરાતા અને કનેક્શન કપાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું ધોળાવીરા પ્રાચીન નગર છે. તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. ધોળાવીરા મ્યુઝિયમમાં જોવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ આ મ્યુઝિયમનું લાઇટ બિલ ન ભરાતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. કનેક્શન કાપવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમ ખાતે લાઇટ મળી રહી નથી. લાઇટ ન હોવાને કારણે પ્રવાસીઓ પ્રદર્શની અને ડોક્યુમેન્ટ્રી જોઈ શકતા નથી. 


આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના ઉચ્ચ અધિકારીઓએ રાત્રે પણ કરવું પડશે કામ, કમિશનરે આપ્યો આકરો આદેશ


ધોળાવીરાનું કનેક્શન કપાઈ જવાને કારણે પીવાના પાણીથી લઈને અનેક મુશ્કેલી પડી રહી છે. આર્કોલોજિસ્ટ કચેરીએ બિલ ન ભરતા પીજીવીસીએલ દ્વારા લાઇટ કાપવાની ફરજ પડી છે. અહીંનું 46 હજાર રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. સરકાર પણ આ વર્લ્ડ હેરિટેજ સાઇટને પ્રમોટ કરતી હોય છે. અહીં કરોડો રૂપિયાના કર્ચે રોડ સહિત અનેક નિર્માણો કરાયા છે. પરંતુ લાઇટ બિલ ન ભરાતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યો છે. પાટણના ધારાસભ્યએ આ અંગે સરકારને પત્ર પણ લખ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube