મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા, રૂપાણીએ સ્ટાફનો માન્યો આભાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર (Gandhinagar) ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી.
ગાંધીનગર: કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર (Gandhinagar) ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી.
કાર્યકારી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો. ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિના પરિણામે આજે કર્મયોગીઓ ભાવુક થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રીના કાર્યકાળમાં ખૂબ જ સહજ રીતે કામ કરવાના અનુભવો પણ કર્મયોગીઓ વાગોળી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
New Cabinet ની રચનાને લઈ મોટા સમાચાર, મંત્રી મંડળમાં નવા નામોને પણ મળી શકે છે સ્થાન
આ વેળાએ સ્ટાફના સૌ અધિકારીઓ- કર્મચારીઓ વિજય રૂપાણીને દિલથી શુભેચ્છાઓ આપી સ્વસ્થ આરોગ્યની કામના કરી ગુજરાત (Gujarat) ની પ્રજાને સેવા કરવાની પ્રભુ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube