Lata Mangeshkar ને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું, દેશનો સૂર અનંતમાં વિલીન..
લતા મંગેશકરના નિધન સાથે ભારતીય સંગીતના ઈતિહાસનો એક સૂર આથમ્યો (END OF AN ERA) છે. વિશ્વભરમાંથી લતા મંગેશકર (Lata Mangeshkar) ને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. ત્યારે ગુજરાત સાથે પણ તેમની અનેક યાદગીરી જોડાયેલી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ગુજરાતી ગીત-સંગીત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ઝી મીડિયા/બ્યૂરો :લતા મંગેશકરના નિધન સાથે ભારતીય સંગીતના ઈતિહાસનો એક સૂર આથમ્યો (END OF AN ERA) છે. વિશ્વભરમાંથી લતા મંગેશકર (Lata Mangeshkar) ને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. ત્યારે ગુજરાત સાથે પણ તેમની અનેક યાદગીરી જોડાયેલી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ગુજરાતી ગીત-સંગીત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની યાદમાં કહ્યુ કે, દેશનો સૂર અનંતમાં વિલીન.. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું. પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી લતા મંગેશકરનું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, સ્વર સામ્રાજ્ઞી લતા દીદીનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે પણ એમનાં ગીતો અને એમનો અવાજ સદાય અમર રહેશે. દુનિયાભરનાં એમનાં પ્રશંસકો અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અને એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના !