VIDEO: બનાસકાંઠામાં ધો-11નું અંગ્રેજીનું પેપર લીક, પરીક્ષા રદ્દ, શિક્ષકની અટકાયત
ધોરણ 11નું અંગ્રેજીનું પેપર લીક કરનાર શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.
બનાસકાંઠાઃ ધોરણ 11ના અંગ્રેજીનું પેપર લીક થવાના મામલામાં પેપર લીક કરનાર શિક્ષકની અટકાયત કરાઈ છે. ડીસાના વરણ ગામની મહાકાળી શાળાના શિક્ષક ભમરાજીની અટકાયત કરી કડક પુછપરછ હાથ ધરવામાં આવી છે. તો શિક્ષણાધિકારીએ શિક્ષક અને શાળા સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે. આ સાથે જ પેપર લીક થતાં બનાસકાંઠાની 52 શાળામાં પરીક્ષા રદ કરી દેવાઈ છે. મહત્વનું છે કે આજે બનાસકાંઠામાં સવારે 8 કલાકે ધોરણ 11માં અંગ્રેજીનું પેપર લેવાનું હતુ. ત્યારે પેપર લેવાઈ તે પહેલા જ અંગ્રેજી પેપરની ઝેરોક્ષ કોપી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી. જે બાદ બનાસકાંઠામાં અંગ્રેજી પેપરની પરીક્ષા રદ કરી દેવાઈ હતી. જેમાં હવે અંગ્રેજીનુ આ પેપર 19 એપ્રીલે ફરી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે સોશિયલ મીડિયામાં ફરી પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. બનાસકાંઠામાં ધોરણ 11નું પેપર લીક થયુ હતું. ધોરણ 11 અંગ્રેજીના પેપરની ઝેરોક્ષ કોપી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આજે સવારે 8 વાગે લેનાર પેપરની કોપી પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી... ત્યારે પેપર લીક થવાની જાણ થતાં જ શિક્ષણાધિકારીએ 52 શાળાઓમાં પરીક્ષા રદ કરી દીધી છે.