તેજસ મોદી, સુરત: દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ અને તબીબોને સન્માન્યા બાદ હવે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્ટાર્ટ–અપ કરનારા દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઉદ્યોગ સાહસિકોને ‘સ્ટાર્ટ–અપ એવોર્ડ’ (Startup Award) થી તેમજ ખેડૂતોને ‘ધરતીપુત્ર એવોર્ડ’થી સન્માનવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSFC ના કર્મચારીએ પ્લાન્ટમાં જ કર્યો આપઘાત, પરિવારજનોને પ્લાન્ટમાં જવા ન દેતા થયો વિવાદ


ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષતા અને સમગ્ર ભારતની અર્થ વ્યવસ્થા (Economy) જેમના પર નિર્ભર છે તેવા ખેડૂત પુત્રોને સન્માનવામાં આવશે. બુધવાર, તા. ર૮ જુલાઈ ર૦ર૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્લેટીનમ હોલ, સુરત (Surat) ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત (Surat) ખાતે ખેડૂત પુત્રોને ‘ધરતીપુત્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. તદુપરાંત નવી વિચારધારા સાથે ધંધા–ઉદ્યોગમાં પ્રવેશ કરીને નવી ક્રાંતિનું સર્જન કરનાર અને નવી દિશા ચીંધનાર સ્ટાર્ટ–અપ્સને પણ એ જ દિવસે સાંજે ૬:૩૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ એવોર્ડ’થી સન્માનવામાં આવશે. 

Vadodara: 'હું પ્રેસમાં છું તને બદનામ કરી નાખીશ' કહી યુવતિની કરી છેડતી, વાળ પકડી ગડદાપાટુનો માર્યો માર


આ એવોર્ડ્‌સ માટે સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, વિમેન સ્ટાર્ટ–અપ ફાઉન્ડર ઓફ ધ યર, સ્ટુડન્ટ સ્ટાર્ટ–અપ ફાઉન્ડર ઓફ ધ યર, સ્ટાર્ટ–અપ મેન્ટર ઓફ ધ યર, સ્ટાર્ટ–અપ ઇન્વેસ્ટર ઓફ ધ યર, સ્ટાર્ટ–અપ ઇન્કયુબેટર ઓફ ધ યર, બેસ્ટ એગ્રીટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ એનર્જીટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ ફૂડટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ એજ્યુટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ હેલ્થટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ ફિનટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ ઇમર્જિંગટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ ઇન્ડસ્ટ્રી ૪.૦ સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ સોશિયલ ઇમ્પેકટ સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ મોબિલિટી સ્ટાર્ટ–અપ ઓફ ધ યર, બેસ્ટ કન્ઝયુમર બ્રાન્ડ (ડીટુસી) સ્ટાર્ટ–અપ ઓફ ધ યર અને બેસ્ટ રિટેલટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર વિગેરે કેટેગરી નકકી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube