GSFC ના કર્મચારીએ પ્લાન્ટમાં જ કર્યો આપઘાત, પરિવારજનોને પ્લાન્ટમાં જવા ન દેતા થયો વિવાદ
પ્લાન્ટમાં જ યોગેશ તિલસાટે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્લાન્ટના કર્મચારીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી. (GSFC) કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ આજે સવારે કંપનીના પ્લાન્ટ (plant) માં ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં કંપની ખાતે દોડી આવ્યા હતા. જોકે, મેનેજમેન્ટ દ્વારા પરિવારજનોને પ્લાન્ટમાં જવા ન દેતા વિવાદ સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસ પણ ચુપકીદી સેવતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કંપની બહાર જ ભારે હોબાળો મચાવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે બાજવા નેહરુનગરમાં રહેતો યોગેશ તિલસાટ (ઉં. વ. 28) જી.એસ.એફ.સી. કંપનીમાં કોન્ટ્રાક્ટ (Contract) માં છેલ્લા બે-ત્રણ વર્ષથી નોકરી કરતો હતો. આજે તે તેના પિતા પાસેથી રૂપિયા 20 લઈને નોકરી (Job) પર આવ્યો હતો. અને તે નાયલોન પ્લાન્ટમાં નોકરી પર હાજર થયો હતો.
દરમિયાન તેને રહસ્યમય સંજોગોમાં આપઘાત (Suicide) કરી લીધો હતો. પ્લાન્ટમાં જ યોગેશ તિલસાટે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્લાન્ટના કર્મચારીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે આપઘાત (Suicide) નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે યોગેશના આપઘાત (Suicide) ના બનાવની જાણ થતા કંપની ઉપર દોડી આવેલા પરિવારજનોને કંપનીમાં અંદર જવા માટે જીદ પકડી હતી. જો કે કંપનીના સત્તાધીશોએ મૃતકના સગાઓને કંપનીમાં અંદર પ્રવેશ આપવાની મનાઇ કરતા કંપનીના ગેટની બહાર જ ધરણાં ઉપર બેસી ગયા હતા. અને કંપની મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો. પરિવારજનોને યોગેશના આપઘાત અંગે પોલીસ પાસેથી પણ યોગ્ય સહકાર ન મળતા પરિવારજનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો હતો.
Rainfall: લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ
કંપનીએ યોગેશના મૃતદેહને પરીવારને બતાવવાના બદલે બારોબાર સયાજી હોસ્પિટલમાં મોકલી આપતા મૃતકના પરિવારજન અને બાજવા ગામના લોકોએ કંપની બહાર ભારે હોબાળો મચાવ્યો. કંપની મેનેજમેન્ટ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. જેને લઇ કંપની બહાર પોલીસ (Police) નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી. મહત્વની વાત છે કે યુવાન કર્મચારી યોગેશે આપઘાત કેમ કર્યો તે સૌથી મોટો સવાલ છે. ત્યારે શું પોલીસ નિષ્પક્ષ તપાસ કરી યોગેશના આપઘાતનું સાચું કારણ શોધી શકશે તે પણ એક સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories