પંચમહાલમાં વકર્યો રોગચાળો, નગરપાલિકાની ગંભીર બેદરકારીના વરવા નમુનાની સામે આવી તસવીર
પંચમહાલ જિલ્લામાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગોએ ભરડો લીધો છે. જીલ્લામાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે જેને લઇ રોગચાળો વકર્યો છે. ખાસ તો નગર પાલિકા વિસ્તારોમાં અને જાહેર સ્થળો પર ગંદકીનું એટલી હદે સામ્રાજ્ય જોવા મળે છે કે ત્યાં નાક દબાવીને પસાર થવું પડે છે
જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગોએ ભરડો લીધો છે. જીલ્લામાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે જેને લઇ રોગચાળો વકર્યો છે. ખાસ તો નગર પાલિકા વિસ્તારોમાં અને જાહેર સ્થળો પર ગંદકીનું એટલી હદે સામ્રાજ્ય જોવા મળે છે કે ત્યાં નાક દબાવીને પસાર થવું પડે છે. પંચમહાલના કાલોલ અને જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ગંદકીની જે તસવીરો સામે આવી છે તે ખુબ ગંભીર બેદરકારીનો વરવો નમુનો છે.
પંચમહાલના કાલોલનગરમાં ઠેર-ઠેર બસ ગંદકી જ જોવા મળે છે. શહેરના સૌથી મોટા જાહેર સ્થળ એવા બસ સ્ટેન્ડ વિસ્તાર કે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરો અને શહેરીજનો અવર જવર કરતા હોય છે ત્યાં અસહ્ય દુર્ગંધ મારતી ગંદકીના ઢગ અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. અહીં પાલિકા દ્વારા ડમ્પિંગ કન્ટેનર તો મુકવામાં આવ્યા છે પરંતુ તેની સાફ સફાઈ કે બદલી સુદ્ધા કરવામાં આવતી નથી. આ જાહેર સ્થળ હોવા છતાં અહીં કોઈ દિવસ મચ્છર નાશક દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. જેથી કાલોલના નગરજનો અને મુસાફરોને ડર છે કે કાલોલ નગર અને આસપાસના વિસ્તારો માટે રોગચાળાનું એપી સેન્ટર કાલોલ બસ સ્ટેન્ડ જ બનાવશે.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કાંડમાં ઇરાની શખ્સની ધરપકડ, હેરોઈન મામલે 9 વ્યક્તિની અટકાયત
કાલોલ બસ સ્ટેન્ડ જેવી જ હાલત કાલોલનગરના અન્ય વિસ્તારોની છે. કાલોલના વૃંદાવન નગર 1 અને 2 માં વર્ષોથી ચોમાસું ગંદકીની સમસ્યા રહેલી છે. અહીં રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા જ રહે છે. પાલિકાના સફાઈ કર્મીઓ અહીં સફાઈ કરવા માટે આવતા નથી. જેથી અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. તેવા સ્થાનિક લોકોના આક્ષેપો છે. આ વિસ્તારોમાં મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળે છે જેને લઇ અહી ડેન્ગ્યું, મલેરિયા, કમળો જેવા રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ અને ગટરોની ભરાવો થવો અહીં રોજીંદી સમસ્યા છે, અનેક રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube