સાવધાન! ચોમાસાની શરૂઆત થતા અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, આ રોગનો વધ્યો આતંક
છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા.
ઝી બ્યુરો/ગાંધીનગર: ચોમાસાની શરૂઆત થતા અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. તાવ, ઉલટી, શરીરમાં દુખાવો અને જોઈન્ટમાં દુખાવાની ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. સામાન્ય લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જરૂરી છે. મચ્છરજન્ય રોગથી બચવા પાણી ભરાયેલું હોય તો તેને દૂર કરવું જરૂરી છે. સાથે વરસાદની સિઝનમાં બહારનું જમવાનું ટાળવું જોઈએ.
મેઘરાજાએ ભારે કરી! જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી! ઓરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ
છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022માં મેલેરીયા તપાસ માટે કુલ 5.90 કરોડ બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 28,360 જેટલા દર્દીઓ મેલેરીયાગ્રસ્ત નોંધાયા હતા. વર્ષ 2019 માં 1.64 કરોડ પરીક્ષણમાં 13,883 કેસ, વર્ષ 2020માં 1.30 કરોડની સામે 4771, વર્ષ 2021માં 1.42 કરોડની સામે 4921 અને ગત વર્ષ 2022 માં 1.51 કરોડ પરિક્ષણ કરતા 4785 મેલેરિયાના કેસો નોંધાયા હતા.
પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પશુઓ માટે 'સંકટમોચક' બનશે આ સુવિધા
મહત્વની બાબત એ પણ છે કે , વર્ષ 2019 અને 2020 માં કુલ બે મરણ નોંધાયા જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરીયાથી એક પણ મરણ નોંધાયેલ નથી. આવી જ રીતે ડેન્ગયુ તપાસ માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.37 લાખ અને ચીકનગુનિયાની તપાસ માટે કુલ 67 હજાર સિરમ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ડેન્ગ્યુના 37,684 અને ચીકનગુનિયાના કુલ 6838 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમા સરેરાશ 84 હજાર ડેન્ગ્યુ તપાસ અને 17 હજાર જેવી ચિકનગુનિયા રોગની તપાસ કરવામાં આવે છે.
ગુજરાત પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા અને ડેમ છલકાયા, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?
અત્રે વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022 માં મેલેરિયાના કેસોમાં 2.76 %, ડેન્ગ્યુના કેસોમાં 39.1 % જ્યારે ચીકનગુનિયાના કેસોમાં 74.1 ટકા જેટલો મહત્વનો ઘટાડો નોંધાયો છે. વાહક જન્ય રોગ નિયંત્રણ સંદર્ભે વર્ષ 2023ની કામગીરીનો ચિતાર જોઇએ તો રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી માટેના અભિયાનના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવ સર્વેલન્સ અને સોર્સ રિડક્શન, પોરાનાશક કામગીરી તથા પ્રચાર-પ્રસાર જેવી પ્રવૃતિઓના બે રાઉન્ડમાં તા. 19 જુનથી 29 જુન સુધીના પ્રથમ રાઉન્ડમાં 75 ટકા વસ્તીને આવરી લઇને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે જુલાઇ માસમાં તા. 10 થી 19 દરમિયાન બીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે.
વલસાડના ધરમપુરમા આભ ફાટ્યું! 7 ઈંચ વરસાદથી હાહાકાર, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો
આ વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન 2.49 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં 12 પોઝીટીવ કેસોમાં સંપૂર્ણપણે સારવાર પૂરી પડાઇ છે. સર્વેલન્સ દરમિયાન જોવા મળેલ 4,81,186 મચ્છર ઉત્પતિ સ્થાનોનો સફળતાપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. વધુમાં લાર્વીસાઇડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો પણ નાબોદ કરાયા છે તથા 1.80 લાખ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઇ છે.
અમદાવાદમાં ફરી છવાયો વરસાદી માહોલ; આ વિસ્તારોમાં જતા હોય સાવધાન, પાણી ભરાયા
વર્ષ 2023 દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓની મેલેરિયા માટે જોખમી 319 ગામોમાં જંતુનાશક દવા છંટકાવ નિયત બે રાઉન્ડ હેઠળ આવરી લેવાનું આયોજન છે જેમાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાઇ છે બીજા રાઉન્ડની શરૂઆત 1 લી ઓગષ્ટ થી હાથ ધરાશે. રાજ્યમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના 42 જેટલા કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે.
TikTok ફેમ વડોદરાના PSIને હવે ફિલ્મોમાં કામ કરવાનું ઘેલું લાગ્યું! એક ટ્વીટથી ખળભળાટ