બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી જન્ય ઝાડા ઉલ્ટીના રોગચાળાએ માથું ઉંચકતા સરકારી હોસ્પિટલમાં 83થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં 150થી વઘુ દર્દીઓ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમા બેડ ખૂટી પડતાં દર્દીઓને ગેલેરીમા બાંકડાઓ પર સુવડાવી સારવાર કરવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામા ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત


ઉમરેઠ શહેરમા ઓડ બજાર, દલાલ પોળ, ઢાંક પોળ. પીપળીયા ભાગોળ, પંચવટી સહિત વિવિધ વિસ્તારમા પાણી જન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ઝાડા ઉલટીના કેસો વધી જતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે.


ભાદરવી પૂનમનાં મેળામાં બાળકોને સાથે ન લાવવા અપીલ! જાણો કોણે અને કેમ અપાઈ સૂચના?


 શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ વધી જતાં દર્દીઓને ગેલેરીમા બેસવા માટેના બાંકડાઓ પર સુવડાવી સારવાર આપવામાં આવી રહીં છે. આરોગ્ય વિભાગની જુદી 25 ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દવાઓ તેમજ ક્લોરિન ગોળીઓ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે શહેરમા જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં 6 લીકેજ મળી આવતાં આરોગ્ય વિભાગ દ્વારા લિકેજનું સમારકામ કરવા પાલિકામાં જાણ કરવામાં આવી છે.


₹6.13 લાખ રૂપિયાની આ દેશી કારે રચી દીધો ઈતિહાસ, ક્રેટા-બ્રેઝા પણ રહ્યાં પાછળ