જમીલ પઠાણ/ છોટાઉદેપુર : આઝાદીના 75 વર્ષ બાદ પણ છોટાઉદેપુરના વનાર ગામમાં મુખ્ય માર્ગને જોડતો રસ્તો નહીં બનાવાતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રાજનાઓનો આરોપ છે કે રસ્તાના અભાવને લઈ 108 સગર્ભાના ઘર સુધી ન પહોંચતા મજબુરેવશ ઘરે પ્રસૂતિ કરવ્વનો વારો આવ્યો અને પ્રસૂતિ બાદ પ્રસૂતાને નવજાત સાથે 109 સુધી પહોંચવા દોઢ કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વીટી પટેલ અને અજય દેસાઇનો કેસ મજબુત કરવા પોલીસે સેંકડો કિલો રેતી અને માટી ચાળી નાખી


છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાનાં જિલ્લા મથકથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલ વનાર ગામના સુથાર ફળિયા અને પટેલ ફળિયાનો મુખ્ય માર્ગને જોડતો રસ્તો આઝાદીના વર્ષો બાદ પણ નથી બનાવાયો , જેને લઈ આ બે ફળિયા વિસ્તારમાં વસતા એક હજાર જેટલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ગામમાં 108 પણ આવી શકતી નથી જેના કારણે સગર્ભા બહેનો ને કે અન્ય બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ગામની એક સગર્ભા બહેનને પ્રસવ પીડા ઊપડતાં 108 ને કોલ કરવામાં આવ્યો પરંતુ રસ્તો ખુબજ ખરાબ હોવાને લઈ 108 મોડી પડી અને માંડ માંડ આવી પણ સગર્ભાના ઘરથી દોઢ કિલોમીટરના અંતર બાદ તે ઘર સુધી ન આવી શકી. 


GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 28 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જેને લઈ મજબૂરીવશ સગર્ભાની પ્રસૂતિ ઘરે જ કરાવવી પડી અને ત્યાર બાદ નવજાત બાળકને ખોળામાં લઈ પ્રસૂતાને પીડા સાથે દોઢ કિલોમીટરનું અંતર આવા ઉબડ ખાબડ પથરાળ રસ્તા ઉપર ચાલીને 108 સુધી જવું પડ્યું, જો આવા સમયે પ્રસૂતિમાં કોઈ જોખમ ઊભું થાય તો કોણ જવાબદાર ? જોકે જેમતેમ અને હેમખેમ છોટાઉદેપુર ના સરકારી દવાખાને પહોંચેલા  જનેતા અને નવજાત બંનેની તબિયત હાલ સારી છે, પરંતુ આઝાદીના વર્ષો બાદ પણ રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત વનાર ગામના સુથાર ફળિયા અને પટેલ ફળીયામાં વસતા એક હજાર જેટલા લોકો ખુબજ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે.


Ahmedabad: સિનિયર સિટીઝનને માર મારનાર પોલીસ કર્મીની ધરપકડ, સીસીટીવીમાં કેદ થઇ દાદાગીરી


ગ્રામજનોનું માનીએ તો સ્વખર્ચે માર્ગ ઉપર ડોલોમાઈટ માઇન્સના પથ્થરના વેસ્ટને નાખીને રસ્તો બનાવવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ લેવલિંગના અભાવે વાહનો ની અવાર જવર થઈ શકે તેવો યોગ્ય રસ્તો અહી ન હોવાને કારણે ગામમાં આ બે ફળિયાના બે કિલોમીટર જેટલા વિસ્તારમાં જવા માટે કોઈ ફોર વ્હીલ ગાડી જઈ શકતી નથી, ગામના યુવાનો ખુબજ જોખમી રીતે આ રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થાય છે અવાર નવાર પડી જતાં ઇજાગ્રસ્ત બને છે. મહિલાને બાઇક ઉપર પાછળ બેસાડીને પણ લઈ જઈ શકાય તેમ નથી, રસ્તાના અભાવે ગામના નાના બાળકથી માંડી વૃદ્ધ સૌ કોઈને શાળાએ જવું હોય કે છોટાઉદેપુરના બજારમા ખુબજ હાલાકી ભોગવવી પડે છે. ગ્રાજનોનો આરોપ છે કે, અનેક વાર રજૂઆતો કરવા છ્તા તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવામાં આવતી નથી. ગ્રાંજનો વહેલી તકે સારો રસ્તો બને તેવી આશા સાથે માંગ કરી રહ્યા છે, આજે તો પ્રસૂતા અને નવજાતનો જીવ બચી ગયો છે, પરંતુ રસ્તાના અભાવને લઈ કોઈએ જીવા ગુમાવવો ના પડે તે હવે તંત્ર એ જોવાનું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube