બનાસકાંઠા : આજે મહેસાણા જિલ્લામાં આજે તીડે આંતક મચાવ્યો છે. આજે મહેસાણાના સતલાસણાના અનેક ગામોમાં તીડનો આંતક જોવા મળ્યો હતો. આ તીડથી સતલાસણાના ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઇ રહી છે સતલાસણાના ચેલાણા, તખતપુરા, જસલપુરા, ખારી જેવા અનેક ગામોમાં તીડનો આજે આંતક જોવા મળ્યો. જેમ જેમ સાંજ પડશે તેમ તેમ આ તીડનો આંતક વધુ મજબૂત બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: શાહઆલમ પથ્થરમારા મુદ્દે 3 સગીર સહિત 13ની ધરપકડ


ચાલુ સાલે જાણે કે ખેડૂતો થી ઉપરવાળો રિસાયો હોય તેમ એક બાદ એક મુસીબત ખેડૂતો ને પાયમાલ કરી રહી છે. ચાલુ સાલે મહેસાણાના ખેડૂતો ન જાને કેટલી વાર વાવેતર કર્યું, પરંતુ શરૂઆતમાં વરસાદ ન આવવાથી પાક ફેઈલ ગયો તો દિવાળી ના સમયે કમોસમી વરસાદ તો બાદમાં ઈયળ પડતા ખેડૂતોને નુકશાનને હવે આ તીડના આંતકે ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખ્યા છે. આ તીડ કાલે સાંજે બનાસકાંઠાથી સતલાસણામાં પ્રવેશ કર્યો હતો. પવન જે દિશામાં હોય તેમ આ તીડ આગળ વધે છે, અને જ્યાં આ તીડ વિસામો કરે છે ત્યાં તમામ પાકને ફેલ કરી નાખે છે. આ તીડને રોકવા માટે હાલ સતલાસણા તાલુકાની 4 ટિમોને કાર્યરથ કરવામાં આવી છે, સતલાસણાના ખેડૂતો રાજ્ય સરકાર આ મામલે ત્વરિત યોગ્ય પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે.


પાડોશી પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને કરતો હતો અડપલા અને...


તીડનો આંતક છે એ મહેસાણા આ પહેલા 25 કે 26 વર્ષ પહેલાં દેખાયો હતો. ખેડૂત જણાવી રહ્યા છે તેને રોકવા માટે સરકારે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને માંડ માંડ આ તીડથી ખેડૂતોને બચાવ્યા હતા. ત્યાં હવે ચાલુ સાલે ફરી એક વાર તીડ જોવા મળતા મહેસાણાના ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. ખેડૂતને સમજાતું નથી આ તીડથી કઈ રીતે છુટકારો મેળવવો ખેડૂતો તીડથી છુટકારા માટે ઘરમાં જે કઈ પણ હોયએ વાસણએ ખખડાવે છે અને આ તીડને ભગવવવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ ખેડૂત આગ લગાવી ધુમાડો કરી આ તીડ થી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ આ તીડ એટલી માત્રામાં હોય છે કે એક જાય તો થોડી જ વારમાં અનેક તીડ ખેતરમાં બેસી ને પાક ને સાફ કરી નાખે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube