અમદાવાદ: શાહઆલમ પથ્થરમારા મુદ્દે 3 સગીર સહિત 13ની ધરપકડ
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : શાહઆલમમાં થયેલા પથ્થરમારા મુદ્દે પોલીસે વધારે 3 સગીર સહિત 13 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીમાં દેખાયેલા આરોપીઓને આઇડેન્ટિફાય કર્યા હતા અને ત્યાર બાદ તેમની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આરોપીઓને પથ્થર ફેંકવામાં મારવામાં સંડોવાયેલા હતા. તેમની ઓળખ સીસીટીવી ફૂટેજનાં આધારે કરવામાં આવી છે.
પાડોશી પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને કરતો હતો અડપલા અને...
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં નાગરિક્તા સુધારા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધના એલાન દરમિયાન પોલીસ પર થયેલા હુમલામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઉમરખાન સહિત વધુ 15 આરોપીઓની ધરપકડ કરી. આજે તમામને મેટ્રો કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં પોલીસે આરોપી ઉમરખાનના રીમાન્ડની માંગણી કરતા કોર્ટે આવતી કાલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કાર્ય છે. જયારે અન્ય 15 આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર ગાડી પલટી, 5નો આબાદ બચાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, CAA વિરુદ્ધ મુસ્લિમ સંગઠનો દ્વારા આહ્વાહિત બંધ પ્રાથમિક તબક્કે શાંતપ્રદર્શન બાદ અચાનક તોફાનો ચાલુ થઇ ગયા હતા. જેમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 19થી વધારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમાં 2 ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા તમામ તોફાની અને અસામાજીક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહીનો હુંકાર કરવામાં આવ્યો હતો.
Banaskantha : પોલીસે બરાબર વારો પાડ્યો ધમાલિયાઓનો, લીધું મોટું પગલું
આરોપીઓનાં નામ...
* રફીક કૈયુમભાઈ શેખ (50 વર્ષ)
* ઇરફાન ઉર્ફે ઇમ્તિયાઝ હુસેન શેખ (19 વર્ષ)
* અલ્લારખાં ઉર્ફે આબીદ હુસેન શેખ (20 વર્ષ)
* મોહંમદ સમીર ઉર્ફે ફઝલે રહેમાન પઠાણ (25 વર્ષ)
* શેરખાન ઉર્ફે તારા ઉર્ફે સુલ્તાન (53 વર્ષ)
* બુલબુલ (37 વર્ષ)
* બિલાલ (37 વર્ષ)
* મોહંમદ અલીમ ઉર્ફે નુરમોહંમદ પઠાણ (34 વર્ષ)
* નઝમુલ દુહા ઉર્ફે સમીરુદ્દીન શેખ (35 વર્ષ)
* કદીર ઉર્ફે રેહમત હુસેન મીરાખી (40 વર્ષ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે