વ્યાજખોરોએ વ્યાજે આપેલા નાણા લઈ લીધા છતાં ચાલુ રાખી પઠાણી ઉઘરાણી
* વ્યાજના વિષચક્રમાં એક હોમાતા રહી ગયો
* વ્યાજે લીધેલી મૂળ રકમ લઈ ગયા તો પણ વ્યાજ માગ્યું
* યુવાને વ્યાજ આપવાનો ઈનકાર કરતા અપહરણ
સુરત : શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. આ વખતે વ્યાજખોરોએ નજીવી રકમ માટે એક એન્જિનિયરના વિદ્યાર્થીને ના માત્ર પોતાનો શિકાર બનાવ્યો પણ તેનું અપહરણ કરી ગોંધી પણ રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં જે થયું તે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નહોતુ..સુરતના વરાછાના એન્જિનિયરિંગના યુવાને કોઈ કામ માટે લીધેલા 50 હજાર રૂપિયા તેના જીવનું જોખમ બની ગયા. વ્યાજખોરોએ આ 50 હજારના વ્યાજના બદલે એવુ કામ કર્યું કે જે યુવાન ક્યારેય ભૂલી નહીં શકે. મીની બજારમાં રહેતો યુવાન વ્યાજખોરોનો ભોગ બન્યો અને વ્યાજ ન આપતા તેનું અપહરણ કરી ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.
PM મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 5-6 માર્ચે કેવડિયાના મહેમાન બનશે, DG કોન્ફરન્સનું આયોજન
વરાછાના મીની બજારમાં રહેતો યુવાન એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને તેને વ્યાજખોરો પાસેથી જરૂરિયાત હોવાના કારણે 50 હજાર રૂપિયા લીધા હતા. તેની સામે વ્યાજખોરોએ 1.50 લાખનો ચેક લખાવ્યો હતો. વ્યાજખોરોએ વ્યાજ કાપી રૂપિયા આપ્યા હતાં અને વ્યાજના પૈસા પણ કાપીને આપ્યા હતા. થોડા સમય પછી વ્યાજખોરના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તે આપેલા રૂપિયા પરત લઈ ગયો હતો પણ વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી જે યુવાને આપવાનો ઈનકાર કર્યો હોત અને બસ આ જ કારણે વ્યાજખોરોએ ભાગ બનનાર યુવાનનું અપહરણ કર્યું હતું.
કોરોના મુદ્દે ગુજરાત સૌથી પારદર્શક રાજ્ય રહ્યું છે, શીવસેના આરોપ લગાવતા પહેલા પોતાની સ્થિતી જુએ
આરોપીઓ કાર અને બાઈકમાં આવી યુવાનનું અપહરણ કરી લઈ ગયા હતાં. પૂણાના ભૈયાનગર પાસેની જયઅંબે કાર વોશની દુકાનમાં યુવાનને લઈ ગયા હતા અને જ્યાં પાંચ જેટલા શખ્સોએ તેને ઢોર માર માર્યો અને રૂપિયાની ઉઘરાણી પણ કરી. સાથે જ જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનારે પોતાના મિત્રને ફોન કરી રૂપિયાની માગણી કરી અને મિત્ર પણ તમામ હકીકત પારખી ગયો હતો. સમયસૂચકતા વાપરીને પૂણા પોલીસને જાણ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવી ઘટના સ્થળે પહોંચી અપહ્યતને છોડાવ્યો હતો. આ તમામ વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ અપહરણકારોની ધરપકડ કરી છે.
રાજ્યપાલે વેડ ગામે સ્વચ્છતા અભિયાન કર્યું, સુરતી નાગરિકોને શહેરને વધારે સ્વચ્છ બનાવવાની અપીલ કરી
પોલીસે અપહરણના કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ ગુનામાં વપરાયેલી કાર અને બાઈક પણ કબ્જે કરી છે. આ તમામ વ્યાજખોરોને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તેમની સાથે અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને અન્ય કેટલા લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી ભોગ લીધો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube