મહેસાણા : ગુજરાતના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ હાલ એક પછી એક કાર્યકર્તા સાથે મુલાકાત કરી રહ્યા છે. પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે. આજે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલ પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમના અનુસાર રામાયણમાં વિભીષણ પણ હોય છે અને મંથરા પણ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત


મહેસાણામાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, પોઇન્ટ એક ટકા લોકો એવા છે જે નકામા છે જો કે તેમની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓ સામે જોવાનું છે. જેઓ રાત દિવસ પક્ષ માટે કામ કરી રહ્યા છે. નીતિન પટેલે કહ્યું કે, ઘણા લોકો ખુશ થતા હશે કે નીતિન ભાઇ ગયા, વિજય ભાઇ ગયા પરંતુ મારે કહેવું છે કે હું એકલો નહી આખુ મંત્રીમંડળ ગયું છે. રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા પણ હોય જ છે. 


વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ, તંત્રને સાંયોગિત તૈયારી કરવા આદેશ


અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે તેઓ પક્ષ છોડીને ક્યાંય પણ નથી જઇ રહ્યા. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાથી જ ચૂંટણી લડવાની પણ વાત કરી હતી. મંત્રીમંડળના રાજીનામા બાદ તેઓ ખુલ્લી રીતે તેમણે અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા લોકો સત્તાલાલચુઓ છે અને સત્તા માટે તેઓ ભાજપમાં આવી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube