પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત

પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

Updated By: Sep 19, 2021, 09:12 PM IST
પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત

જામનગર : પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

AHMEDABAD માં પોલીસ ચોંપડે ચડેલા રીઢા ગુનેગારોને પોલીસે ગુજસીટોકનો ગાળીયો કસ્યો

મંત્રીએ જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના રામપર, મોટી બાણુગર, ખીમરાણા, બાળા, નેવી મોડા, અલીયા, મોડા, બેરાજા, પસાયા, સપડા, ધુતારપર, ધુડશીયા, કાલાવડ, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, વાગડિયા, નાઘુના તથા કૌંજ ગામની મુલાકાત લીધી હતી. લોકોની રજૂઆતો પરત્વે પ્રત્યુતર પાઠવતા જણાવ્યું હતું કે, સતાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા તેમજ યોગ્ય ન્યાય આપવા પૂરતો પ્રયત્ન કરાશે. પૂર વખતે પણ રાજ્ય સરકારે હેલિકોપ્ટર, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ. સહિતની તમામ મદદ પૂરી પાડી હતી. ત્યારે હવે પુર બાદની સ્થિતિમાં પણ સરકાર લોકોની પડખે ઉભી છે અને મહત્તમ લાભો લોકો સુધી પહોંચે તે મુજબનું આયોજન કરી રહી છે.

GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 15 સાજા થયા, એક પણ મોત નહી

મંત્રીએ ગામોની મુલાકાત વેળાએ પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય, જમીન ધોવાણ સહીતની સહાયના ધોરણોમાં ધરખમ વધારો કર્યો છે જેની વિગતવાર જાણ ખૂબ જ ટૂંક સમયમાં સરકાર દ્વારા લોકોને કરાશે તેવી જાહેરાત પણ કરી હતી. પાક નુકસાની, જમીન ધોવાણ, પશુ મૃત્યુ તથા ઘર વખરી અંગેની નોંધ કરાવવા પણ લોકોને આગ્રહ ભરી વિનંતી કરી હતી.

ઘરફોડ ચોરી કરનારી ગેંગનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો, આ રીતે કરતા હતા ચોરી

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશી ચનીયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ  રમેશ મુંગરા,  ભરત બોરસદીયા, પૂર્વ ધારાસભ્ય  વલ્લભ ધારવીયા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ,  ભરત મોદી, ખેતીવાડી નિયામક, નાયબ ખેતીવાડી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube