સુરત પોલીસની દરેક કામગીરી પર હવે ગાંધીનગરથી ત્રીજી આંખ દ્વારા રાખવામાં આવશે નજર
વિદેશમાં જે રીતે પોલીસ હાઈટેક સિસ્ટમથી કામ કરે છે, તેવી જ રીતે ગુજરાત પોલીસ કામ કરે તે દિશામાં સરકાર હાલ કામ કરી રહી છે. હાલમાં પોલીસને હાઈટેક બનાવવા બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. ત્યારે સુરત પોલીસ વધુ આધુનિક બનાવવા જઇ રહી છે. શહેર પોલીસ વધુમાં વધુ આધુનિકતાથી જોડાઈને કામગીરીને વધુ સચોટ અને પ્રામાણિક બનાવે તે હેતુથી બોડી વોર્ન કેમેરાથી સુરત પોલીસ સજ્જ થઈ રહી છે. જે બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતાના હેતુસર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત : વિદેશમાં જે રીતે પોલીસ હાઈટેક સિસ્ટમથી કામ કરે છે, તેવી જ રીતે ગુજરાત પોલીસ કામ કરે તે દિશામાં સરકાર હાલ કામ કરી રહી છે. હાલમાં પોલીસને હાઈટેક બનાવવા બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. ત્યારે સુરત પોલીસ વધુ આધુનિક બનાવવા જઇ રહી છે. શહેર પોલીસ વધુમાં વધુ આધુનિકતાથી જોડાઈને કામગીરીને વધુ સચોટ અને પ્રામાણિક બનાવે તે હેતુથી બોડી વોર્ન કેમેરાથી સુરત પોલીસ સજ્જ થઈ રહી છે. જે બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતાના હેતુસર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બહેનના મોત બાદ ભાઈ સોશિયલ મીડિયોનો ઉપયોગ કરી ગામમાં જ નહીં ગુજરાત કોઈપણ ખૂણે પહોંચી કરે છે આ કામ
જે તાલીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી એસીપી, તમામ પો.સ્ટે.ના થાણા અમલદારો, તમામ પો.સ્ટે, ટ્રાફિક તથા અન્ય શાખાના કુલ 250 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાના ઓપરેટીંગ તથા ટેકનિકલ તાલીમ એક્ષન કંપનીના એક્સપર્ટ દ્વારા ત્રણ સેશનમાં આપવામાં આવી હતી. પોલીસકર્મીઓને બોડી વોર્ન કેમેરાને ઓપરેટર કરવા, તેનું બેક-અપ લેવું, કેમેરા ચાર્જિંગ કરવા, કેમેરામાં વિવિધ ફંક્શન દરમિયાન કેમેરા દ્વારા આપવામાં આવતા સંકેતો બાબતે તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.
મન હોય તો માળવે જવાય: આણંદમાં દરજીની પુત્રીએ ધોરણ-12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી હતી
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે આ કેમેરા લાગવાથી પોલીસના અને પ્રજાના વર્તનમાં નોંધનીય ફેરફાર થશે. આ કેમેરા સીધા ગાંધીનગરથી કનેક્ટ કરવામાં આવ્યા છે. જે પુરાવા માટે આ સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય છે. માત્ર ટ્રાફિક માટે જ નહીં પરંતુ પોલીસને અન્ય કામગીરીમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા કેમેરા આપી શકશે. આ પ્રોજેક્ટ સફળ રહે તો તબક્કાવાર આ પ્રોજેક્ટને વધારે આગળ વધારવામાં આવશે. પોલીસને મહત્તમ હાઇટેક બનાવવા માટેનો પ્રયાસ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube