મન હોય તો માળવે જવાય: આણંદમાં દરજીની પુત્રીએ ધોરણ-12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધો.12 વિજ્ઞાનપ્રવાહની  બોર્ડની પરિક્ષામાં આણંદમાં દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી માતાની  દિકરીએ એ-1 ગ્રેડ સાથે ઉતિર્ણ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આણંદ શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા સોલંકી નિલમબેન સુરેશભાઈએ ધો.12 સાયન્સની પરિક્ષામાં 650માંથી 598 ગુણ મેળવીને એ-1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નિલમબેનનાં પિતા સુરેશભાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે. જયારે નિલમબેનનાં માતા સંગીતાબેન સોલંકી કપડા સીવી દરજીકામ કરીને પોતાનાં ત્રણ બાળકો અને સાસુ સહીત પાંચ વ્યકિતઓનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં નિલમબેનએ ખુબજ મહેનત કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહીત કર્યા છે. જેને લઈને નિલમે આજે એ-1 ગ્રેડ મેળવી ઉતિર્ણ થઈ હતી. 

મન હોય તો માળવે જવાય: આણંદમાં દરજીની પુત્રીએ ધોરણ-12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી હતી

બુરહાન પઠાણ/આણંદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધો.12 વિજ્ઞાનપ્રવાહની  બોર્ડની પરિક્ષામાં આણંદમાં દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી માતાની  દિકરીએ એ-1 ગ્રેડ સાથે ઉતિર્ણ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આણંદ શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા સોલંકી નિલમબેન સુરેશભાઈએ ધો.12 સાયન્સની પરિક્ષામાં 650માંથી 598 ગુણ મેળવીને એ-1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નિલમબેનનાં પિતા સુરેશભાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે. જયારે નિલમબેનનાં માતા સંગીતાબેન સોલંકી કપડા સીવી દરજીકામ કરીને પોતાનાં ત્રણ બાળકો અને સાસુ સહીત પાંચ વ્યકિતઓનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં નિલમબેનએ ખુબજ મહેનત કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહીત કર્યા છે. જેને લઈને નિલમે આજે એ-1 ગ્રેડ મેળવી ઉતિર્ણ થઈ હતી. 

નિલમએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી તેણે સંપૂર્ણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. લોકડાઉન દરમિયાન ધરે બેસીને સંપૂર્ણ તૈયારીઓ કરી હતી, તેનું એક જ ધ્યેય હતું. માત્રને માત્ર અભ્યાસ તેણી છેલ્લા પાંચ વર્ષથી કોઈનાં લગ્ન પ્રસંગમાં પણ નથી ગઈ અને કોઈ તહેવારની પણ ઉજવણી કરી નથી. તેણીએ કહ્યું હતું કે, તેનાં પરિવારજનોએ તેણીને સતત પ્રોત્સાહીત કરી હતી, અને ટાર્ગેટ સીધ્ધ કરવા તેણીએ ધણી મહેનત કરી હતી.

નિલમ સોંલકી આગળ વધીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેણીએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં તેણીએ માત્ર બે ફિલ્મ જોઈ છે. એક 11 માં ધોરણમાં હતી ્ત્યારે અને 12ની બોર્ડની પરિક્ષા બાદ તેણીએ પુષ્પા ફિલ્મ જોઈ હોવાનુ જણાવ્યું હતું. જયારે અભ્યાસ કરતા તેણી થાકી જતી ત્યારે તે સુઈને આરામ મેળવી લેતી હોવાનું જણાવ્યું હતું. જયારે માતા સંગિતાબેનએ જણાવ્યું હતું કે, નિલમનો એક જ લક્ષ્યાંક હતો. અભ્યાસ અને તેણીએ ધો.10માં પણ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જયારે ધો.12 સાયન્સમાં પણ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેનું પરિણામ સાંભળીને તેઓની આંખોમાંથી હર્ષનાં અશ્રુઓ વહ્યા હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news