EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો
અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે અને તેની તપાસ શરૂ કરી છે. આરોપી મૂળ સરસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે
મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે અને તેની તપાસ શરૂ કરી છે. આરોપી મૂળ સરસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં (Cyber Crime Branch) ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી છે કે, તેમની દીકરીના ન્યૂડ ફોટા (Naked Photos) સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમના પરિવારજનોમાં મોકલ્યા હતા. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે આરોપી નરેન્દ્ર પટેલ નામનો યુવક છે. શહેરના સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેની દીકરીના ન્યૂડ ફોટા મોકલનાર સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:- અંધશ્રદ્ધામાં અટક્યા લોકો, ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી
જ્યારે આ મહિલાએ તેની દીકરીની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે, આ દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન બંને વચ્ચે સહમતીથી સારીરિક સંબંધ બંધાયો હતો. જેથી આ યુવકે બદલો લેવા માટે આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેના ફોટો અને વીડિયો યુવતીની માતાના જીજાજીને ટેલિગ્રામમાં મોકલી આપી તેને બદનામ કરી હતી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:- ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે અમદાવાદમાં વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ
પોલીસનું કહેવું છે કે, યુવતીને આ છોકરા સાથે મનમેળ ન આવતા તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. જેથી આ નરેન્દ્ર પટેલ નામના શખ્સે આ યુવતીને બદનામ કરવા ઇન્ટરનેટના માધ્યમથી તેનો પીછો કરી ઇન્ટરનેટ પર એપ્લિકેશનની મદદથી એક મોબાઈલ નંબર બનાવી તે નંબર પરથી આ મહિલાના જીજાજીને બિભત્સ ફોટા મોકલી આપ્યા હતા. જે બાબતે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube