વડોદરા/ગુજરાત : વડોદરાના પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈ મિત્તલ સરૈયા રહસ્યમય રીતે ગુમ થયા છે. અમેરિકાથી કાકાની ખબર પૂછવા આવેલા મિત્તલ સરૈયા બેન્કથી ધરે આવી રહ્યા હતા, તે દરમિયાન ગુમ થયા છે. આ અંગે તેમના સંબંધીઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના બાદ પોલીસે તેમની સધન શોધખોળ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટર મિત્તલ સરૈયા ગઈકાલથી રહસ્યમય રીતે ગુમ થયા છે. તેઓ શનિવારે જ પોતાના કાકાની ખબર કાઢવા માટે એક દાયકા બાદ અમેરિકાથી વડોદરા આવ્યા હતા. તેઓ ગઈકાલે ઘરેથી કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ બેંક તરફ જવા નીકળ્યા હતા. બેંકમાંથી નીકળ્યા બાદ ઘર પાસે આવેલ મુખ્ય રોડ પર રિક્ષામાં બેસીને તેઓ નીકળ્યા હતા. ત્યારથી મિત્તલ સરૈયા ગુમ છે. લાંબા સમયથી મિત્તલ ઘરે નહીં આવતાં પરિજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. જેમાં તેમના કોઈ સગડ મળ્યા ન હતા. આખરે પરિવારજનોએ સગાસંબંધીઓને ટેલિફોન કરીને સમગ્ર મામલા અંગે પોલીસને કરી જાણ હતી. કારેલીબાગ પોલીસે કુટુંબીજનોના નિવેદન લીધા છે. 


કારેલીબાગ પોલીસે અંબાલાલ પાર્ક સોસાયટી બહાર લગાવેલ સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે કબ્જે કર્યાં છે. જેમાં મિત્તલ સરૈયા ઘરેથી રીક્ષામાં બેસતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે. વડોદરાના પૂર્વ ક્રિકેટર અને NRIના ગુમ થવાનના મામલે કારેલીબાગ પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે. હાલ મિત્તલ સરૈયાના પરિવાર તેમના માટે ચિંતિંત બન્યો છે. 


વડોદરાથી અમેરિકામાં સ્થાયી થયેલા 51 વર્ષિય મિત્તલ સરૈયા એક સમયે વડોદરા વતીથી ક્રિકેટ રમતા હતા. તેઓ એક સમયે બરોડા ક્રિકેટ એસોસિએશનનાં સંભવિત ક્રિકેટર હતા.