ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ કારણે ફરી પકડશે ‘કોંગ્રેસનો હાથ’
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી વાર કોંગ્રેસમાં જોવા મળેતો નવાઇ નહી રાષ્ટ્રીય સ્તરે એનસીપી કોંગ્રેસમાં ભળે તો ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસમાં ભળે અને ના છુટકે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વારો આવી શકે છે. ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાખોરી માટે પંકાયેલા શંકરસિંહ વાઘેલા જીવનમાં વધુ એક વાર પક્ષ પલટો થવાનુ હોય તેવું લાગી રહ્યુ છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી વાર કોંગ્રેસમાં જોવા મળેતો નવાઇ નહી રાષ્ટ્રીય સ્તરે એનસીપી કોંગ્રેસમાં ભળે તો ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસમાં ભળે અને ના છુટકે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વારો આવી શકે છે. ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાખોરી માટે પંકાયેલા શંકરસિંહ વાઘેલા જીવનમાં વધુ એક વાર પક્ષ પલટો થવાનુ હોય તેવું લાગી રહ્યુ છે.
ભારતીય જનતા પાર્ટી છોડી રાજપાનુ નિર્માણ કરનાર પછી રાજપાને કાંગ્રેસમાં ભેળવનાર શંકરસિહે વર્ષ 2017ની રાજ્યસભાની ચુંટણી વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને વર્ષ 2019ની લોકસભાની ચુંટણી પહેલાં એનસીપીમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જોડાયા હતા. જોકે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને એનસીપીની કારમી હાર થતાં એનસીપીનું કાંગ્રેસમાં વિલિનકરણ કરવાના ચક્રો ગતી માન થયા છે.
ગુજરાત કોંગ્રેસે અંતે હારનું ઠીકરું EVM પર ફોડ્યું, રાજીનામા મુદ્દે કોઇ ચર્ચા નહિં
જો આ વાત શક્ય બને તો ગુજરાતમાં પણ એનસીપી કાંગ્રેસમાં ભળે અને 2017માં છુટા પડેલા શંકરસિંહે ફરીવાર કાંગ્રેસમાં જવું પડી શકે છે. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી હિમાંશુ પટેલના કહેવા પ્રમાણે જે કોઇ નિર્ણય હાઇ કમાન્ડ લેશે તેને શીરોમાન્ય રાખવામાં આવશે. રાજકીય વિશ્લેશક વિદ્યુત જોશીએ કહ્યું કે, આ પ્રમાણે આપણો દેશ બે પક્ષીય રાજકારણ તરફ આગળ વધી રહ્યો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં વિજય મેળવ્યો છે. એ જોતાં સામેની વિખરાયેલી પાર્ટીઓએ એક થવા સિવાય કોઇ વિકલ્પ નથી અને હાલમાં જે એનસીપી છે તે મુદ્દાની લડાઇને લઇને કોંગ્રેસથી અલગ થઇ હતી.
ટીકીટ બાબતે તકરાર થતા યુવકે ચાલુ ટ્રેનમાં રેલવેના ગાર્ડની કરી હત્યા
દેશમાં હાલ સાત થી આઠ કોંગ્રેસ પાર્ટી છે જે સમયાંતેર એકઠી થશે શંકરસિંહ વાઘેલા અંગે તેમણે કહ્યુ કે, બાપુ હવે અપ્રસ્તુત થઇ ગયા છે કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ અહેમદ પટેલને હરાવી ભાજપામાં જવા માંગતા હતા. જોકે કોંગ્રેસને કોઇ નુકશાન થયુ નહી ભાજપાએ બાપુને ભાવ આપ્યો નહી અને બાપુના જોડાવાથી એનસીપીનો જનાધાર વધ્યો નથી. એટલે જો એનસીપી કોંગ્રેસમાં ભળે તો બાપુએ કોંગ્રેસમાં જોડાયા સિવાય કોઇ વિકલ્પ નથી.
રાજકીય મહત્વકાંક્ષાઓ માટે જાણીતા બાપુ અનેક વાર રાજકીય પક્ષો સાથે દ્રોહ કર ચુક્યા છે છેલ્લે કોંગ્રેસ છોડી જન વિકલ્પ માટે બાપુ સક્રીય થયા પણ ગજ ન વાગ્યો અને હવે તે એનસીપીમાં છે. પણ જો એનસીપી કોંગ્રેસમાં ભળશે તો બાપુએ ફરી મને ક મને કાંગ્રેસમાં જવુ પડશે.