ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ સુપ્રીમ કોર્ટે દંડ સાથે ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેંચે સંજીવ ભટ્ટની ત્રણ અરજીઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારીને ઠપકો આપીને  હતો. કોર્ટે સંજીવ ભટ્ટને ઠપકો આપતા કહ્યું કે, તમે સુપ્રીમ કોર્ટમાં કેટલી વાર આવ્યા છો? તમે ઓછામાં ઓછા એક ડઝન વખત કોર્ટમાં ગયા છો? કોર્ટે કહ્યું કે, ગત વખતે પણ તમારી એક અરજી પર સુપ્રીમ કોર્ટે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી- NCR માં 5.5 ની તિવ્રતના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા


સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું કે શું તમે ઈચ્છો છો કે તમારા માટે કોઈ વિશેષ આદેશ જારી કરવામાં આવે? જો કે, ભટ્ટના પક્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલ દંડ ઘટાડવા વિનંતી કરી હતી. કોર્ટે ના પાડી દીધી અને કહ્યું કે 3 લાખ રૂપિયાનો દંડ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ખાતામાં જમા કરાવો.


મોટો ખુલાસો : આતંકીઓના નિશાન પર હતા ગુજરાતના ચાર શહેરો, બ્લાસ્ટ માટે રેકી પણ કરી હતી


હકીકતમાં, ડ્રગ જપ્તીના કેસમાં ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા ભેદભાવનો આરોપ લગાવતી ત્રણ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં વહીવટી આદેશોનું પાલન થતું ન હોવાનું જણાવાયું હતું. આ સિવાય તેમણે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં ભટ્ટ કેસમાં વિલંબ કરી રહ્યા હોવાનું જણાવાયું હતું.


અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ ઘીના નમૂના ફેલ નીકળ્યા


મહત્વનું છે કે, ડ્રગ પ્લાન્ટનો આ મામલો 1996નો છે. સંજીવ ભટ્ટ તે સમયે બનાસકાંઠાના એસપી હતા. પોલીસે પાલનપુરની એક હોટલમાંથી રાજસ્થાનના રહેવાસી સમરસિંગ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. આરોપ છે કે તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પરંતુ રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે સમરસિંગને ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીમાં વિવાદિત જમીન ટ્રાન્સફર ન કરવા બદલ ફસાવ્યો હતો. આ બાબતને કોર્ટમાં પડકારવામાં આવી હતી.  આગળ જતા આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને આજે સુપ્રીમ કોર્ટે આ અરજી ફાગાવી છે.


હવામાન વિભાગની મોટી આગાહી : આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે