રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના આજવા રોડ સયાજીપાર્ક સોસાયટીમાં ટેરેસ ઉપર સૂઇ ગયેલા માતા-પુત્રીના માથામાં બેઝ બોલના ફટકા મારીને અજાણ્યા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ખૂની ખેલ પ્રેમિકાએ લગ્ન પછી સબંધ કાપી નાંખતા પ્રેમિએ ખેલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં માતાની કૂખમાં સૂઇ રહેલા દોઢવર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના આજવા રોડ ઉપર બી-13માં જયશ્રીબહેન સુનિલભાઇ મોરે તેમના દિવ્યાંગ પુત્ર સાથે રહે છે. તાજેતરમાં તેમની પરિણીત પુત્રી પાયલબહેન ઉત્સવભાઇ પાલકર (ઉં.વ.21) પોતાના દોઢ વર્ષના પુત્રને લઇ પિયરમાં આવી હતી. બુધવારે મોડી રાત્રે ત્રણે પોતાના મકાનના ટેરેસ ઉપર સૂઇ ગયા હતા. જ્યારે દિવ્યાંગ યુવાન નીચેના રૂમમાં સૂઇ ગયો હતો. મોડી રાત્રે લગભગ 3 વાગ્યાના સુમારે અજાણ્યો યુવાન ટેરેસ ઉપર ચઢી ગયો હતો અને નિંદ્રાધિન જયશ્રીબહેન મોરે અને પાયલબહેન પાલકરના માથામાં બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. સવારે સોસાયટીના લોકોને માતા-પુત્રીની હત્યા થઇ હોવાની જાણ થતાં ચકચાર મચી ગઇ હતી. લોકો પથારીમાં લોહીથી લથપથ માતા-પુત્રીના મૃતદેહો જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા.


મોદી V/s ધાનાણી : PMને પલટવારમાં કહ્યું-હાર ભાળી ગયેલી સરકાર દેશ મૂકીને અમરેલીમાં આવી


બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસને સ્થળ પરથી હત્યામાં વપરાયેલ લોહીથી ખરડાયેલ બેઝબોલ અને હત્યામાં ઉપયોગમાં લીધેલ હેન્ડ ગ્લોવ્ઝ મળી આવ્યા છે. આ ખૂની ખેલ આજવા રોડ ઉપર આવેલી જી-32, શિવમ સોસાયટીમાં રહેતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકી (ઉં.વ.25)એ ખેલ્યો હોવાનું મનાય રહ્યું છે. સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે, પ્રિયકાંત ઉર્ફ ભૈલુ વચ્ચે પ્રેમસબંધ હતો. પાયલના લગ્ન થઇ ગયા બાદ પાયલે તેની સાથેના સબંધ તોડી નાંખ્યા હતા. આથી પ્રિયકાંત ઉર્ફ ભૈલુએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું કહેવાય છે. 


[[{"fid":"211075","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PremiHatya.JPG","field_file_image_title_text[und][0][value]":"PremiHatya.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PremiHatya.JPG","field_file_image_title_text[und][0][value]":"PremiHatya.JPG"}},"link_text":false,"attributes":{"alt":"PremiHatya.JPG","title":"PremiHatya.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


સયાજીપાર્ક સોસાયટીમાં બુધવારની મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં દોઢ વર્ષના બાળકને હત્યારાએ કોઇ ઇજા પહોંચાડી નથી. પરંતુ, જ્યારે પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બાળક લોહીથી લથપથ થઇ ગયેલી પથારીમાં સૂઇ રહ્યો હતો. આ ખૂની ખેલમાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. 


હાર્દિક પટેલનું હેલિકોપ્ટર અને ટ્વિટર એકાઉન્ટને લઈને જાણો બે મોટા સમાચાર


પ્રિયકાંત ઉર્ફ ભૈલુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એક માસ પૂર્વે જ તે પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો. અગાઉ તેની સામે બે વખત પાસા થઇ છે. આ ઉપરાંત તેની સામે બાપોદ પોલીસ મથકમાં મારા મારી, હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ થયેલા છે. પ્રિયકાંતે બેવડી હત્યા કરવા માટે હેંગગ્લોવ્ઝનો ઉપયોગ કર્યો છે. પોલીસને સ્થળ પરથી હેન્ડ ગ્લોવ્ઝ અને બેઝબોલ મળી આવ્યા છે. હત્યામાં સંડોવાયેલ મનાતો પ્રિયકાંત ફરાર થઇ ગયો છે. 
બાપોદ પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે આ બેવડી હત્યામાં સંડોવાયેલ મનાતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.



જી-ડિવિઝનના એસીપી પી.આર.રાઠોડે કહ્યું કે, હત્યામાં પહેલી વખત ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. જેમાં માતા-પુત્રીના ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેનાથી આરોપીનું લોહી પણ સાથે હશે તો ડીએનએ ટેસ્ટથી સ્પષ્ટ થઇ જશે અને કેસમાં મજબૂત પુરાવા પોલીસને મળી શકશે.