રાજકોટ :  આજે સમગ્ર  દુનિયા કોરોનાની મહામારીનો ભોગ બની રહી છે. લાખો લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બની ગયા છે અને બીજા લાખો લોકો હોસ્પિટલોમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કોરોના વાયરસનાં સંક્રમણથી લોકોને ઊગારવા માટે ભારત સરકાર દ્વારા અથાગ પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારના આ પ્રયાસોને કેટલાક  સેવાના ભેખધારીઓની પણ મદદ મળી રહી છે. પરંતુ એક એવી વ્યક્તિએ જ્યારે પોતાની મરણમૂડી કોરોના સામેની લડાઈ લડવા દાનમાં આપી દીધી ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પણ તેની નોંધ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રત્નાભાઇ ઠુમ્મર નામનાં આ વૃદ્ધે પીએમ રાહત ફંડમાં પોતાની તમામ મુડી દાનમાં આપી દીધી છે. સોરઠ પરગણા આ સેવાભાવી અને પ્રમાણિકતાનાં પ્રહરીનું નામ છે. માળીયાહાટીના મેદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરે 17 એપ્રીલે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જઇને રત્નાબાદાએ પોતાની મરણમુડીનાં 51 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી દીધા હતા. 


રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી તો વડાપ્રધાન નરેદ્ર મોદીએ રત્નાબાપાના દીકરાને ફોન કરી રત્નાબાપા સાથે ટેલિફોનિક વાત કરી હતી. રત્નાબાપા 99 વર્ષીઉંમરે પણ જાહેર જીવનમાં ખુબ જ સક્રિય છે. તેઓ સ્વાતંત્રય સેનાની તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ માળીયા હાટીનાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.