હિતલ પારેખ, ગાંધીનગર : છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતીઓ મામલે મોટો વિવાદ થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાના પેપર લિકને કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. હવે ફરીથી એકવાર સ્થિતિ ઉભી થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vadodara Rape Case : નરાધમોનો કરાયો મર્દાનગી ટેસ્ટ, પરિણામ મળ્યું છે કે...


સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા એપ્લિકેશન ફી તરીકે ઉઘરાવ્યા હતા. જોકે ભરતી રદનાં મેસેજમાં સધિરાયો અપાયો છે કે પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. 


અરવલ્લીમાં દીકરીઓએ બજાવ્યો પુત્ર ધર્મ, સમાજ માટે બની મોટું ઉદાહરણ


પરીક્ષા રદ કરવા વિશેની વધુ માહિતી www.dgvcl.com વેબસાઈટની પર મળશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...