close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નોકરી

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

Jul 18, 2019, 07:36 PM IST

રેલમંત્રી પીયૂષ ગોયલની મોટી જાહેરાત, રેલવે ટૂંક સમયમાં કરશે 2.98 લાખ ભરતી

રોજગારની રાહ જોઇ રહેલા લાખો યુવાનો માટે આ ખુશખબરી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં 2.98 લાખ જગ્યા ભરવા જઇ રહી છે. બુધવારે લોકસભામાં બોલતાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 1 જૂન 2019 સુધી રેલવેમાં 2.98 લાખ જગ્યા ખાલી છે. જેને ભરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે એક દાયકામાં રેલવેમાં 4.61 લાખ લોકોને નોકરી મળી છે. 

Jul 11, 2019, 03:48 PM IST

બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી

સરકારી ખાતામાં રોજગારી મેળવવા માટેની ઇચ્છાઓ ધરવાતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓને લઈને ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વર્ષ 2020 સુધીમાં 5300 જેટલી જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Jul 9, 2019, 06:43 PM IST

HDFC બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, વાર્ષિક પગાર 4 લાખ અને બીજું ઘણું બધુ

એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી  ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.

Jul 4, 2019, 10:39 AM IST

સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી

મોદી સરકાર આ વખતે પૂરા ઉત્સાહ અને જુસ્સો સાથે તેમણે કરેલા વચનો પર આગળ વધી રહી છે. ગત કેટલા વર્ષોથી રોજગાર ઉભો કરવો એક મોટા પડકાર સમાન હતો. એવામાં ગૃહ મંત્રાલયે 84 હજાર પેરા-મિલિટરી ફોર્સેસની ભરતીની જાહેરાત કરી છે.

Jul 2, 2019, 04:03 PM IST

ઈન્ડિયન આર્મીમાં જોડાવા માટે અમદાવાદમાં યોજાશે મેગા ભરતી મેળો

ભારતીય સેનામાં જોડાઇને દેશ સેવા કરવા માંગતા ગુજરાતના યુવાનો માટે સોનેરી તક આવી છે. ભારતીય સેનાના અમદાવાદ વિભાગ દ્વારા આગામી 12 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમ્યાન સાંબરકાંઠાના હિંમતનગરમાં ભરતી મેળો યોજવાની જાહેરાત કરાઇ છે. જે માટે 29 જુનથી 12 ઓગષ્ટ સુધી ખાસ નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. ભારતીય સેનાના અધિકારીઓને આશા છે કે, સોલ્જર જનરલ ડ્યુટીમાં આવતી વિવિધ જગ્યાઓ માટેના આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો જાડાશે અને તમામ પ્રક્રિયા પાર કરીને સેનાનો હિસ્સો બનશે.

Jun 30, 2019, 10:32 AM IST

AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઇ સુધી કરી શકાશે અરજી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે કોઈપણ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટો ઉમેદવારી નોંધાવી શકશે. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારના ત્રણ વર્ષ સુધી 19,950 ફિક્સ પગાર આપવામાં આવશે. 

Jun 26, 2019, 03:49 PM IST

ISRO માં કામ કરવાની શાનદાર તક, 27 જૂન સુધી કરી શકશો અરજી

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)માં નોકરી કરવાની શાનદાર તક છે. ISRO એ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ માટે વેકેન્સી પડી છે. આ વેકન્સીમાં ઓનલાઇન એપ્લાઇ 27 જૂન 2019 સુધી કરી શકશો. ISRO એ યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ. 

Jun 25, 2019, 08:21 AM IST

'અમદાવાદ જોબ મેળા' માં 33 કંપનીઓ દ્વારા 175 થી વધુ ઉમેદવારોને કરાયા શોર્ટલીસ્ટ

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019'નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 'અમદાવાદ જોબ મેળા' એ ફ્રેશર્સ અને ગ્રેજ્યુએટ્સ માટેનો મેગા જોબ ફેર હતો, જેમાં ગુજરાતભરમાંથી 175 થી વધુ ઉમેદવારોને અંદાજે 33 કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019' ની આ ચોથી આવૃત્તિ હતી.

Jun 22, 2019, 05:30 PM IST

ખુશખબરી! આ સેક્ટરમાં આગામી થોડા દિવસોમાં 2.76 લાખ રોજગારની તકો ઉભી થશે

રિટેલ તથા રોજિંદા ઉપયોગ લેવામાં આવતી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટકાઉ વસ્તુ (એફએમસીજી એન્ડ ડી) ક્ષેત્રોમાં ચાલુ નાણાકીય વર્ષ પહેલાં છ મહિનામાં રોજગારના 2.76 લાખ નવા અવસર પેદા થવાનું અનુમાન છે. એક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે. ટીમલીઝ સર્વિસિઝના અર્ધવાર્ષિક 'રોજગાર પરિદ્વશ્ય'માં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ રોજગાર લેન્ડસ્કેપના મામલે રિટેલ ક્ષેત્ર બે ટકાના દરથી વૃદ્ધિ કરશે અને રોજગારની 1.66 લાખ નવી તકો ઉભી થશે. આ પ્રકારે એફએમસીજી એન્ડ ડી ક્ષેત્રમાં એક ટકાનો વધારો થશે અને આ રોજગારના 1.10 લાખ નવા અવસર જોડાશે. 

Jun 21, 2019, 09:46 AM IST

રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ રોજગારનું સર્જન થશેઃ નીતિ આયોગ

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની ક્ષમતા છે 
 

Jun 17, 2019, 11:58 PM IST

આ છે દુનિયાની અનોખી Job, જ્યાં ડિગ્રી નહી 'કોફી મગ' ડિસાઇડ કરે છે નોકરી મળશે કે નહી

દુનિયાભરમાં લોકો ગમે ત્યાં નોકરી માટે જાય છે, તેમને અલગ-અલગ પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જ્યાં ક્યારેક કેન્ડીડેટ્સને અલગ-અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે તો ક્યારેક તેમની વાત કરવાની અને માનસિક સ્તરનું લેવલ ચકાસવામાં આવે છે.

Jun 7, 2019, 11:56 AM IST

આખરે સરકારનો સ્વીકારઃ દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ

કેન્દ્રીય આંકડા કચેરી દ્વારા મોદી સરકારની તાજપોશીના બીજા જ દિવસે શુક્રવારે બેરોજગારીના આંકડા બહાર પાડ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષના દાવાને સરકારે ભલે ફગાવી દીધા હોય, પરંતુ બેરોજગારીનો દર દેશમાં 45 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે 

Jun 1, 2019, 11:19 AM IST

રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?

નવી દિલ્હી; આજકાલની જીંદગીમાં સોશિયલ મીડિયા જરૂરી ભાગ બની ગયો છે. જો તમને પણ સોશિયલ મીડિયા માટે કંન્ટેટ લખવું પસંદ છે અને જો તમને લાગે છે કે તમે એવી ઇંસ્ટાગ્રામ પોસ્ટ અથવા ટ્વિટ કરો છો જે વાયરલ થઇ શકે છે. તો તમે રાણી એલિઝાબેથ-2 માટે સોશિયલ મીડિયા મેનેજર બનીને કામ કરી શકો છો. જોકે રાણી એલિઝાબેથ-2 સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી બહાર પાડી છે.

May 21, 2019, 03:33 PM IST

Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર

ઇન્ડિયન ઓઇલ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે

May 4, 2019, 07:16 PM IST

GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી, 12મી પાસ હોવું છે જરૂરી

દેશમાં જીએસટી લાગૂ થયા બાદ જીએસટી સલાહકારોની માંગ વધતી ગઇ છે અને એવામાં જીએસટી (GST) સુવિધા કેંદ્વ ખોલીને તમે લોકોની મદદ કરવાની સાથે જ સારી કમાણી પણ કરી શકો છો. ઇફીજેંટ સીલ પ્રાઇવેટ લિમિટેડ જીએસટી સુવિધા કેંદ્વની ફ્રૈંચાઇઝી આપી રહી છે. જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા ગ્રાહકોને 100થી વધુ બેકિંગ, નાણાકીય અને લોન સેવાઓ આપવામાં આવે છે. મુદ્વા લોન જેવી સરકારકારી ઘણી સેવાઓ માટે જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા અરજી કરી શકાય છે. જોકે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જીએસટી સુવિધા કેંદ્વ કોઇ સરકારી યોજના નથી. 

Apr 21, 2019, 02:39 PM IST

નોકરી કરનારાઓ માટે મોટી સમાચાર, ઇનકમ ટેક્સ વિભાગે ફોમ-16માં કર્યો ફેરફાર

ઇનકમ ટેક્સ વિભાગે ટીડીએસ પ્રમાણપત્ર એટલે કે ફોર્મ-16 (Form-16) માં ફેરફાર કર્યો છે. ફેરફાર બાદ ફોર્મ-16માં મકાનમાંથી આવક તથા અન્ય નોકરીદાતાઓ પાસેથી પ્રાપ્ત ઇનામ સહિત વિભિન્ન વાતોને ઉમેરવામાં આવી છે. આ પ્રકારે હવે તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે જેથી ટેક્સ ભરવાથી બચવા માટે લગામ લગાવી શકાય. તેમાં વિભિન્ન ટેક્સ બચત યોજનાઓ, ટેક્સ બચત ઉત્પાદનોમાં રોકાણના સંદર્ભમાં ટેક્સ કપાત, કર્મચારી દ્વારા પ્રાપ્ત વિભિન્ન ભથ્થાની સાથે અન્ય સ્ત્રોતથી પ્રાપ્ત આવકના સંદર્ભમાં અલગ-અલગ સૂચના પણ સામેલ હશે. 

Apr 17, 2019, 10:42 AM IST

શું તમે ચીનમાં નોકરી કરવા માંગો છો, જાણો વર્ક પરમિટ પ્રાપ્ત કરવાની સરળ રીત

સૌથી પહેલાં ચીનમાં કામ કરવા માટે તમારે ફોરેન વર્ક પરમિટ માટે ઓનલાઇન અરજી કરવી પડશે. ત્યારબાદ ચીનના દૂતાવાસ અથવા કાઉંસલેટમાં 'ઝેડ' અથવા 'આર' વીઝા માટે અરજી કરો. ત્યારબાદ દોરેન વર્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં વર્ક પરમિટ અને પબ્લિક સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં વર્ક-ટાઇપ રેસિડેન્સ પરમિટ માટે અરજી કરવી પડશે. 

Apr 11, 2019, 12:41 PM IST

ITR ફાઇલ કરતા સમયે આ 5 ભુલ પડી શકે છે મોંઘી, ઇન્કમ ટેક્સ ફટકારી શકે છે નોટિસ

નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચુકી છે, જો કે આ વર્ષે આઇટીઆર ભરતા સમયે કેટલીક વધારે ચોક્કસાઇ જાળવવી ખુબ જ જરૂરી છે

Apr 9, 2019, 07:46 PM IST

ભાજપનો સંકલ્પ પત્ર 2019 : 2014 ના મેનિફેસ્ટોમાં ભાજપે ઇકોનોમી પર કર્યા હતા આ વાયદા, કેટલા થયા પુરા?

ભાજપનો સંકલ્પ પત્ર : ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનોને મોટાપાયે રોજગારી અપવાનો વાયદો કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે શ્રમ આધારિત મેન્યુફેક્ચરિંગ અને ટૂરિઝમને વધારીને રોજગાર વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. એમ્પ્લોયમેંટ એક્સચેંજોને રોજગાર કેંદ્બોમાં બદવાની વાત કરી હતી.

Apr 8, 2019, 01:04 PM IST