Exam Result: ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, કુલ 38 વિદ્યાર્થીઓ થયા પાસ
શિક્ષણ બોર્ડે આપેલી વિગત પ્રમાણે કુલ 65 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં પરીક્ષા આપવા માટે 54 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2021માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે કુલ 70.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહત્વનું છે કે આ પરીક્ષા માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓએ આપી હતી. કોરોનાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
શિક્ષણ બોર્ડે આપેલી વિગત પ્રમાણે કુલ 65 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં પરીક્ષા આપવા માટે 54 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જેમાંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે કુલ પરિણામ 70.37 ટકા આવ્યું છે. જેમાં 47 વિદ્યાર્થીઓ અને 7 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.
યુવતીઓનું એ ગ્રુપનું પરિણામ 66.67 ટકા આવ્યું છે. તો બી ગ્રુપનું પરિણામ 25 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓમાં એ ગ્રુપનું પરિણામ 86.11 ટકા અને બી ગ્રુપનું પરિણામ 36.36 ટકા આવ્યું છે. આ રીતે કુલ 38 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube