Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં કઈક અલગ જ ‘ચિત્રો’ જોવા મળી રહ્યા છે. ભાજપે વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે. જેને લઈને અગાઉ અંદરોઅંદર જ ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈને હવે તો રંજન ભટ્ટ વિરુદ્ધ ‘પોસ્ટર વોર’ શરૂ થયો છે. પરંતુ હાલ સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારના એક્સક્લૂઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકને EXCLUSIVE માહિતી
સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટરનો મામલો વધુ વકર્યો છે. ત્યારે ZEE 24 કલાકને EXCLUSIVE માહિતી મળી છે. ZEE 24 કલાકને પોસ્ટર લગાડનારના દ્રશ્યો મળ્યા છે. ZEE 24 કલાક પાસે પોસ્ટર્સ લગાવનારના EXCLUSIVE ફૂટેજ હાથ લાગ્યા છે. રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર લગાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.



બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર ઇકો કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીઓ બહાર બેનર લગાવી રહ્યા છે. બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાથી ઉતરતાં કેદ થઈ ગયા છે. જ્યારે અન્ય બે બાઈક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે. ભાજપની આંતરિક જૂથબંધીનો ત્રીજી વ્યક્તિ લાભ લેતો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે.


AI ખોલશે રંજનબેનના વિરોધીઓના નામ 
રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લગાડનારના સીસીટીવી સામે આવ્યા બાદ હવે સમગ્ર રાજકીય ખેલ પરથી પડદો ઉઠશે. AI રંજનબેનના વિરોધીઓના નામ ખોલશે. હાઈ ટેક્નિક તમામ રાજ પરથી પડદો ઉઠાવશે. રંજનબેનના વિરોધીઓનો હવે ખુલાસો થશે. આપને જણાવી દઈએ કે સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા. કારેલીબાગ વિસ્તારમાં રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા. ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટીમાં પોસ્ટર દેખાયા હતા. આ સિવાય જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટીમાં પોસ્ટર દેખાયા હતા. જો કે  સવારે સોસાયટીઓના ગેટ પરથી પોસ્ટર હટાવી લેવાયા હતા.


રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરોએ ભારે રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં મંગળવારની મોડી રાત્રે અંગમ અને કારેલીબાગ વિસ્તાર આસપાસ અને ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરોએ ભારે રાજકીય ગરમાવો વધારી દીધો હતો.


‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’
‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો?’ ‘કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે’ જેવા પોસ્ટરો લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધ આમ લોકો તરફથી નથી. એટલે કે આ વિરોધ સ્થાનિક મતદારો નહીં પરંતુ ‘અન્યો’એ લગાવ્યા છે. કારણ કે મિડીયા સાથે વાત કરતાં સ્થાનિકોએ રંજનબેન કે તેમના કામ તરફે કોઈ જ વાંધો નથી તેવું જણાવ્યુ હતું.