ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એકવાર પેપર લીકનો મામલો ચર્ચાસ્પદ બની ગયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા દ્વારા રવિવાર એટલે કે 12 ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો આરોપ લગાવ્યો છે, સાથે તેમણે પૂરાવા પણ રજૂ કર્યાં છે. તો બીજીતરફ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના ચેરમેન અસિત વોરાએ પત્રકાર પરિષદ યોજીને પેપર લીક થવાના કોઈ પૂરાવા મળ્યા ન હોવાનો દાવો કર્યો હતો. આ મામલે હવે ઝી 24 કલાકને મોટી માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક કાંડ પર મોટો ખુલાસો
રાજ્યમાં રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો વિવાદમાં છે. હવે ઝી 24 કલાકને આ મામલે સૌથી મોટા સમાચાર મળ્યા છે. પેપર લીક કેસમાં અત્યાર સુધી 11 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના રહેવાની છે. તો પેપર લીક મામલે આજે ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં મોટી બેઠક મળી હોવાની વાત સામે આવી રહી છે. 


આ પણ વાંચો- પેપર લીક કાંડઃ અમે પૂરાવા આપ્યા છે, અસિત વોરાને હટાવવામાં આવેઃ યુવરાજ સિંહ જાડેજા


ગુરૂવારે થશે મોટો ધડાકો
રાજ્યમાં પેપર લીક કાંડની તપાસ કરવા માટે 18 ટીમો કામ કરી રહી છે. ઝી 24 કલાકને મળેલી વિગત અનુસાર આ મામલે આવતીકાલ એટલે કે ગુરૂવારે બપોર સુધીમાં મોટી જાહેરાત થઈ શકે છે. ગુરૂવારે પેપર લીક કાંડના ચહેરા પણ સામે આવી શકે છે. આ મામલે તપાસ પણ ચાલી રહી છે. ગુરૂવારે લગભગ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે તેવી શક્યતા છે. 


અમે તમામ પુરાવા આપ્યાઃ યુવરાજ સિંહ જાડેજા
 રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા બાદ પેપર લીક થવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતુ કે પેપર લીકના હજુ સુધી કોઈ પૂરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે, હજુ કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે. હવે અસિત વોરાની પત્રકાર પરિષદ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરીને ગંભીર આરોપો લગાવ્યા છે. 


આ પણ વાંચોઃ પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક


પત્રકારો સાથે વાત કરતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, અમે ગૌણ સેવાના સચિવ પરમાર સાહેબને અમે પૂરાવા આપી ચુક્યા છીએ. અમે તેમની સાથે ટેલીફોનમાં ચર્ચા પણ કરી હતી. તો અમે ગાંધીનગરના પીઆઈને પણ ફોન કરીને જાણ કરી હતી. અમારી પાસે તેનું રેકોર્ડિંગ પણ છે. આ સાથે યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, શંકાના દાયરામાં અસિત વોરા છે. તેમને પહેલા દૂર કરવામાં આવે. આ સાથે તેમણે આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ પણ કરી હતી. આ ઘટનામાં અસિત વોરાને દૂર કરી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.


ફોન પર વાતચીતની ક્લિક અને ગાડીના નંબર કર્યા જાહેર
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે ગાંધીનગરમાં પત્રકારો સાથે પેપર લીક મામલે અધિકારીઓ સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિક પણ જાહેર કરી છે. આ સાથે પેપર કાંડમાં જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube