ઝી મીડિયા/બ્યૂરો :ટોકિયો પેરાલિમ્પિક (tokyo paralympics) માં મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરનાર દીકરી ભાવિના પટેલ (bhavina patel) સાથે આપની ચેનલ ઝી 24 કલાકે ખાસ વાત કરી છે. દેશ માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના એક નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોત્સવ સુધી પહોંચવું એ ભાવિના માટે સરળ નહોતું. અનેક સંઘર્ષો કરી, તકલીફો વેઠી ભાવિના પટેલે આ સફળતા મેળવી છે. કેવી રહી ભાવિનાની આ સફર અને કેવી રીતે આ અડગ મનની યુવતીએ તમામ મુશ્કેલીઓને હરાવી. ઝી 24 કલાક સાથે તેમણે ખાસ વાતચીત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલિમ્પિક જર્ની વિશે ભાવિનાએ કહ્યું કે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સપોર્ટથી જ આ વર્ષે આટલા બધા એવોર્ડસ આવ્યા. તેમણે મોટિવેશન આપ્યું કે, દરેક એથલિટ પોતાની ગેમ પર ફોકસ કરી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષે ભારતને મળેલા ઢગલાબંધ મેડલ વિશે કહ્યું કે, અમારા પર કોઈ પ્રેશર ન હતું. એક વાત હતી કે બેસ્ટમાં બેસ્ટ આપવુ છે. હવેથી બીજા એવા ઘણા એથલીટ બહાર આવશે જેઓ ખરેખર કંઈક કરવા માંગે છે. તેઓ પોતાનુ પરર્ફોમન્સ સારું કરશે. 


આ પણ વાંચો : ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસી, 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, આજે સવારથી 36 તાલુકામાં વરસાદ


તેમણે કહ્યું કે, પરિવારનો સપોર્ટ બહુ જ ખાસ બાબત હોય છે. જીવનમાં અનેક તકલીફો આવતી રહે છે. આવા સમયે પરિવાર સપોર્ટમાં હોય તો એ તકલીફોમાંથી પણ તારવી જાય છે. હું અહી સુધી પહોંચી તે માટે મારા પિતા અને પતિનો સપોર્ટ કારણભૂત છે. 


વલસાડ : 61 કિલો ગાંજો ગુજરાતમાં વેચાય તે પહેલા જ પોલીસે પકડી લીધો, કારમાં લઈ જવાતો હતો