ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસી, 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, આજે સવારથી 36 તાલુકામાં વરસાદ
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હજુ પણ 4 દિવસ સારા વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાં હાલ લોકોમાં હરખની હેલી ફેલાઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન 226 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 10 ઇંચ વરસ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢના માણાવદરમાં 6.5 ઇંચ કરતા વધુ વરસાદ (Monsoon 2021) નોંધાયો છે. તો જૂનાગઢના માંગરોળમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પણ 6.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાજકોટના ગોંડલમાં પોણા 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 17 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 54 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 101 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં આજે 6:00 થી 8:00 સુધીમાં ૩૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી અનેક ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. અરવલ્લીના મોડાસાથી મદાપૂરકંપાના રોડ પર વરસાદી પાણી ભરાયા છે. મોડાસા પાલિકાના ડમ્પિંગ યાર્ડ પાસે ગરનાળું બંધ કરી દેવાતા મુસાફરોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. રાત્રિ દરમિયાન અઢી ફૂટ પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. વરસાદી પાણી કલાકો બાદ ઓસરતાં માર્ગ શરુ કરાયો હતો. જિલ્લા કોર્ટની બાજુમાં જ પાણીના ભરાવાથી હાલાકી થઈ રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર માતાનું કારસ્તાન : એક દિવસમાં દીકરાનો રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ આવ્યો, અને લંડન જવા નીકળી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે