અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદના આશ્રમમાં બેંગલુરુની યુવતી પર દુષ્કર્મ અને પછી કરપીણ હત્યા? આ આરોપ છે પીડિતાના પિતાનો


આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. પોલીસે આ પીડિતા સાથે હાઈક મેસેન્જરથી વાત કરી જેમાં પીડિતાએ કહ્યું છે કે 'હું મારી મરજીથી આશ્રમમાં રહેવા માંગુ છું. જો મને બળજબરીથી લઈ જવામાં આવશે તો તે મારી મરજી વિરુદ્ધ ગણાશે.' યુવતીના કહેવા મુજબ તેના માતા પિતાને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં છે. 


નિત્યાનંદનો વિવાદાસ્પદ આશ્રમ કેવો છે અંદરથી? ક્યાંય જોવા ન મળે એવી તસવીરો


અત્રે જણાવવાનું કે માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે.  જોકે તેમની દીકરીઓએ આ દાવાઓને ફગાવી દીધો છે. દંપતિની બંને દીકરીઓ વયસ્ક છે. એક દીકરીએ આશ્રમમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે જ્યારે બીજી દીકરી પ્રવાસમાં હોવાથી સંપર્ક થશે પછી વિશેષ માહિતી મળશે. જોકે યુવતીએ પોતે સલામત હોવાના તેમજ ખોવાના તેમજ તેને ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોવાના વીડિયો જાહેર કર્યા છે.


જુઓ LIVE TV


આ પણ વાંચો : Exclusive: યુવતીના માતા પિતાએ ઝી 24 કલાક સાથે ઠાલવી વ્યથા... 


આશ્રમ વિરૂદ્ધ પોલીસને કોઈ ફરિયાદ હજી નથી મળી. જ્યાં સુધી યુવતીનો મામલો છે ત્યાં સુધી તે 18 વર્ષની છે એટલે તે સ્વેચ્છાએ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને આશ્રમના સંચાલકોએ આપેલી માહિતી પ્રમાણે યુવતી અત્યારે ટ્રાવેલિંગમાં છે અને સંપર્ક થશે એટલે વાત થશે. હવે યુવતી પરત આવે પછી જ આ મામલામાં વધારે તપાસ થશે. યુવતી ગુમ છે એમ નહીં કહીં શકાય પણ સંપર્ક થશે ત્યારે આગળ કાર્યવાહી થશે.


અત્યાર સુધી બાળકોએ કોઈ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નથી. આ મામલામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની તપાસ ચાલી છે. આ આશ્રમશાળા શિક્ષણના હેતુથી ચાલુ કરાઈ છે.  અત્યાર બાળાઓ પોતાની રીતે ગઈ છે અને 18 વર્ષથી વધારે વયની હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થઈ શકે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube