નિત્યાનંદનો વિવાદાસ્પદ આશ્રમ કેવો છે અંદરથી? ક્યાંય જોવા ન મળે એવી તસવીરો
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. આજે આ મામલે તપાસ પછી પોલીસે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે અમને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની અને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ છે. આ મામલે ચાઇલ્ટ વેલફેર કમિટીનો રિપોર્ટ બાકી છે. નિવેદન પછી કહી શકાય છે કે પ્રાથમિક રીતે કોઈ ગેરરીતિ નથી થઈ પણ તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈ વધારે માહિતી મળશે તો ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, અમદાવાદનો નિત્યાનંદનો આશ્રમ ભારે ચર્ચામાં આવી ગયો છે. હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં આ આશ્રમમાં જવાની કોઈને પરવાનગી નથી અને આખો આશ્રમ ભારે રહસ્યમય લાગે છે.
અમદાવાદ : અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. આજે આ મામલે તપાસ પછી પોલીસે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે અમને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની અને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ છે. આ મામલે ચાઇલ્ટ વેલફેર કમિટીનો રિપોર્ટ બાકી છે. નિવેદન પછી કહી શકાય છે કે પ્રાથમિક રીતે કોઈ ગેરરીતિ નથી થઈ પણ તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈ વધારે માહિતી મળશે તો ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, અમદાવાદનો નિત્યાનંદનો આશ્રમ ભારે ચર્ચામાં આવી ગયો છે. હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં આ આશ્રમમાં જવાની કોઈને પરવાનગી નથી અને આખો આશ્રમ ભારે રહસ્યમય લાગે છે.
આ કોટેજની હારમાળા છે. હાલમાં આ મોટાભાગના કોટેજ કોઈપણ પ્રવૃત્તિ વગર ભેંકાર ભાસે છે.
આશ્રમમાં વિદ્યાર્થીઓને રહેવા માટે નાનાનાના કોટેજ બનાવવામાં આવ્યા છે.
આ આશ્રમ ધોળા દિવસે પણ ઉજ્જડ અને ભેંકાર લાગે છે.
ખ્યાતનામ ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં જ ભાડે લીધેલી જગ્યામાં આ આશ્રમ આવેલો છે. બંનેના પ્રવેશદ્વારા અલગ હોવા છતાં આંતરિક રીતે સ્કૂલ અને આશ્રમના કેમ્પસ જોડાયેલા જ છે.
Trending Photos