લોકડાઉન થશે કે નહી તે અંગે નાયબ મુખ્યપ્રધાને કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું નીતિન પટેલે !
હાલમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગુજરાતમાં વિકટ થઇ રહી છે. રોજિંદી રીતે 1400થી પણ વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ અને વેન્ટિલેટર તથા ઓક્સિજન સહિતની અનેક સમસ્યાઓનો સામનો સરકાર કરી રહી છે. તેવામાં કોરોનાને કાબુ કઇ રીતે કરવો તે ગુજરાત સરકાર માટે પણ એક પડકારજનક પ્રશ્ન બની ચુક્યો છે. વિવિધ શહેરોનાં અલગ અલગ વેપારી મંડળો દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યા છે. તેવામાં કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવી શકે છે તેવા પ્રકારનાં સમાચારો સમયાંતરે માધ્યમોમાં ચમકતા રહે છે.
અમદાવાદ : હાલમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગુજરાતમાં વિકટ થઇ રહી છે. રોજિંદી રીતે 1400થી પણ વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ અને વેન્ટિલેટર તથા ઓક્સિજન સહિતની અનેક સમસ્યાઓનો સામનો સરકાર કરી રહી છે. તેવામાં કોરોનાને કાબુ કઇ રીતે કરવો તે ગુજરાત સરકાર માટે પણ એક પડકારજનક પ્રશ્ન બની ચુક્યો છે. વિવિધ શહેરોનાં અલગ અલગ વેપારી મંડળો દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યા છે. તેવામાં કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવી શકે છે તેવા પ્રકારનાં સમાચારો સમયાંતરે માધ્યમોમાં ચમકતા રહે છે.
આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહી આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો સરકારી સહાય વગરના રહેશે
લોકડાઉન અંગે વારંવાર ફેલાતી અફવાઓ અંગે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા આવે તે ખુબ જ જરૂરી હતી. વેપારીઓ પણ નવો માલનો સ્ટોક કરવો ફેક્ટરીથી માંડીને મોટા ઉદ્યોગ ગૃહો ફરી ચાલુ કરવા કે કેમ તે અંગે ભારે અવઢવ અનુભવી રહ્યા હતા. તેવામાં સરકાર દ્વારા હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉન અંગે સરકારની કોઇ જ વિચારણા નથી. હાલમાં કોઇ ખાસ તારીખથી ખાસ તારીખ સુધી લોકડાઉન કરવામાં આવે તેવા જે સમાચારો માધ્યમોમાં વહી રહ્યા છે તે સદંતર પાયા વિહોણા છે. સરકાર લોકડાઉન અંગે નથી વિચારી રહી.
PG ડોક્ટર્સ માટે ખુબ જ મોટા ખુશીના સમાચાર, સરકાર દ્વારા પ્લેસમેન્ટ ઉપરાંત બોન્ડમાં મોટી છુટછાટ
લોકડાઉનમાંથી જનજીવન અને ઉદ્યોગગૃહો ધીરે ધીરે પુર્વવત થઇ રહ્યા છે. તેવામાં લોકડાઉનની કોઇ જ વિચારણા નથી. સરકાર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સક્ષમ છે. નાગરિકોને અપીલ છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ જ અફવામાં આવવું નહી. રાજ્યમાં કોરોનાની સ્થિતીને કાબુમાં લેવામાં સરકાર સફળ રહી છે. લોકડાઉન કરવાનું નથી માટે માટે જાહેર જીવન વેપાર ધંધા રાબેતા મુજબ જ ચાલવાના છે. માટે નાગરિકો પેનિક બાયીંગ શરૂ ન કરતે. આ પ્રકારની અફવાના કારણે લોકો બિન જરૂરી સામાન ઘરમાં સ્ટોક કરી રહ્યા છે. માટે હું સ્પષ્ટતા કરૂ છું કે લોકડાઉન કરવાની કોઇ પણ પ્રકારની વિચારણા સરકારમાં નથી ચાલી રહી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube