ડાંગના 14 આદિવાસીઓની આપવીતી સાંભળી તમારું હ્રદય દ્રવી ઉઠશે, કહ્યું; અમને સાંકળથી બાંધતા...!
ડાંગ જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને ત્યાં સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા અને ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નહોતું.
ઝી બ્યુરો/ડાંગ: જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. ડાંગ જીલ્લાના કેટલાક આદિવાસીઓને મજૂરી અપાવવાનું કરીને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક માસથી તેઓનું શોષણ કરવામાં આવતું હતું. જેઓનું ગત રોજ તેઓનાં પરિવાર સાથે મિલન થયું હતું.
સુરતમાં 80 ફૂટ ઊંડા કૂવામાં યુવક ખાબક્યો, ફાયર વિભાગે રિંગબોયા નાખી ડૂબતા બચાવ્યો
ડાંગ જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને ત્યાં સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા અને ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નહોતું. અમે કોઈ માંગણીએ કરીએ તો અમારી સાથે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. ડાંગના 14 જેટલા બંધક મજૂરોની પોતાની સાથે બનેલી એક એક પળની આપવીતી જણાવી હતી. તેમની આપવીતી સાંભળી સામે વાળાના હ્રદય દ્રવી ઉઠ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા, પેટાળમાં થઈ રહી છે મોટી હલચલ
ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના આદિવાસી મજૂરોને કામ આપવાનું કહીને લેબર કોન્ટ્રાકટર મહારાષ્ટ્રના બારામતી નજીક લઈ ગયો હતો, છેલ્લા 3 માસથી આ મજૂરોનું શોષણ કરવામાં આવ્યું હતું અને મજૂરીના પૈસાન આપી તેમને ધમકાવીને બંધક બનાવી કામ કરાવવામાં આવતું હતું.
સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદર ગાવીતને થતા તેઓએ પોતાના ભાઈ નગીન ગાવીત અને મજૂર સંઘના સચિવ જયેશ ગામીતને 500 કિલોમીટર દૂર બંધક મજૂરોને છોડવાવા માટે મોકલ્યા હતા. જોકે માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન આપ્યું પણ તેમને છોડવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી.
સેટ પર શૂટિંગ કરતી વખતે બુમાબુમ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, કરવી પડી હતી દાખલ
પોતાના વિસ્તારના માણસોને છોડવાવા માટે ચંદર ગાવિતે ખેડૂતના એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ ટ્રાંસફર કર્યા અને તેમને બંધનમાંથી મુક્ત કર્યા છે. ગરીબ મજૂરોનું 3 માસ બાદ પોતાના પરિવાર સાથે મિલન થયું હતું, જ્યારે મજૂરોની ખબર પૂછવા સ્થાનિક ધારાસભ્ય વિધાનસભા ના ઉપદંડક વિજય પટેલ મોટા માળુંગા ગામે પહોંચી પરિવાર સાથે વાતો કરી હતી.