સુરતમાં 80 ફૂટ ઊંડા કૂવામાં યુવક ખાબક્યો, ફાયર વિભાગે રિંગબોયા નાખી ડૂબતા બચાવ્યો
સુરતના ડીંડોલી કરડવા ગામ પાસે આવેલા અંદાજીત 80 ફૂટ ઊંડા કુવામાં એક યુવક પડી ગયો હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના ડીંડોલી સ્થિત કરડવા ગામ ખાતે એક યુવક અંદાજીત 80 ફૂટ ઊંડા કુવામાં પડી ગયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી, જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોચી તેનું રેસ્ક્યુ કર્યું હતું.
સુરતના ડીંડોલી કરડવા ગામ પાસે આવેલા અંદાજીત 80 ફૂટ ઊંડા કુવામાં એક યુવક પડી ગયો હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કરી પૂછપરછ કરતા તેનું નામ રાહુલ હેમંતભાઈ રાઠોડ અને તે ડીંડોલી હળપતિ વાસ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં મળતી માહિતી મુજબ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક કુવાનાં પાણીમાં ડૂબી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક રિંગબોયા કુવામાં નાંખવામાં આવી હતી. જેથી યુવકે રિંગબોયા પકડી લેતા ડૂબતો બચ્યો હતો. ત્યારબાદ લેડર સાથે ફાયરના બે જવાન કુવામાં ઉતર્યા હતા અને યુવકને કમરમાંથી બાંધી ઉપર ખેંચવામાં આવ્યો હતો. આ કુવામાં આશરે 15 થી 20 ફૂટ જેટલું પાણી હતું.
જો કે આખરે ફાયર વિભાગની ટીમે યુવકનું રેક્સ્યું કરી લીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે