MBBSમાં પ્રવેશ અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ગોથે ચઢી!
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા આધ્યા પ્રસાદ ક્ષત્રિય આચાર્ય તરીકે નોકરી કરે છે. તેમના દીકરા પ્રિયાંક મેડિકલ ક્ષેત્રની તબીબી અભ્યાસ માટેની નીટની પરીક્ષા પાસ કરી હતી. જોકે પ્રિયાંશના નીટની એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હતા.
ઝી બ્યુરો/સુરત: એમબીબીએસ મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બાને છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા. આ તમામ લોકો justdial પરથી મેડિકલ સ્ટુડન્ટના નંબર મેળવતા હતા અને ત્યારબાદ ઇન્ડિયાની ટોપ ટેન કોલેજમાં એડમિશન આપવાની લાલચ આપી રૂપિયા 25 લાખ પડાવ્યા હતા. આ ગેંગને નોઈડા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે. જેમની પાસેથી રોકડ રૂ. દોઢ લાખ કબ્જે કરવામાં આવ્યા છે.
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા આધ્યા પ્રસાદ ક્ષત્રિય આચાર્ય તરીકે નોકરી કરે છે. તેમના દીકરા પ્રિયાંક મેડિકલ ક્ષેત્રની તબીબી અભ્યાસ માટેની નીટની પરીક્ષા પાસ કરી હતી. જોકે પ્રિયાંશના નીટની એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. જેથી તેને સારી કોલેજમાં એડમિશન મળે તેવી શક્યતા ન હતી. આ દરમિયાન જસ્ટ ડાયલ પરથી નંબર લઈને તેમને ફોન કર્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા કિંગ જોન મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી અને તેની સામે રૂપિયા 25 લાખની માંગ કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલની આગાહી: ગરમીએ તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ, આ તારીખથી શરૂ થશે હિટવેવ
ભારતની સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તેવી લોભામણી વાતોમાં આવી જઈ આધ્યા પ્રસાદે પોતાના દીકરા પ્રિયાંશને આ કોલેજમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું હતું. બાદમાં આરોપીઓ દ્વારા આધ્યા પ્રસાદ અને તેમના દીકરાને કિંગ ઝોન મેડિકલ કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને બનાવટી પ્રોવિઝનલ એડમિશન લેટર આપવામાં આવ્યો હતો અને તેમની પાસેથી એડમિશનના ભાગરૂપે ₹26.25 લાખ પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ પ્રિયાંશનું એડમિશન આ કોલેજમાં થયું ન હતું અને પોતે ઠગ બાજુના હાથે છેતરાઈ ગયા હોવાનું માલમ પડ્યું હતું.
IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર, જાણો કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ
આ ઘટના બાદ આધ્યા પ્રસાદ દ્વારા આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં અજાણ્યા વિરોધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. ડીંડોલી પોલીસે બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાહુલ ગુપ્તા મોહમ્મદ તલાઉદ્દીન તથા સોયબ રોજીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આ કામના આરોપીઓ justdial માંથી એમબીબીએસ મેડિકલ ફિલ્ડ નીટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ડેટા મેળવી તેમાંથી પરીક્ષામાં ઓછા સ્કોર ધરાવતા ઉમેદવાર તેમજ વાલીઓનો સંપર્ક કરી પોતે વિનાયકા એજ્યુકેશન કન્સલ્ટિંગ કંપની નામની કંપની ધરાવે છે, તેમ જ સરકારી મેડિકલ કોલેજમાં સેન્ટર પુલીંગ કોટામાં એડમિશન કરાવી આપશે તેવી લાલચ આપતા હતા.
નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો! 48.86 લાખ હીરાની ચોરી કરી રફુચક્કર, VIDEO વાયરલ
સરકારના હેલ્થ વિભાગના બનાવટી દસ્તાવેજો બતાવી ઉમેદવારના ડોક્યુમેન્ટ મેળવી પોતે હકીકતમાં સરકારી કોલેજમાં જ એડમિશન આપવાની પ્રોસેસ કરી અમાઉન્ટ ઓફિસ પર મેળવી લેતા, બાદમાં એડમિશન ની ફાઇનલ પ્રોસેસ માટે ઉમેદવારને તેમજ વાલીઓને યુનિવર્સિટી ખાતે બોલાવતા કોલેજ કેમ્પસ તેમજ કોલેજના અલગ અલગ વિભાગોમાં બનાવટી કોલેજના ઉમેદવારોને વાલીઓને બતાવી તેમના તરફથી ઊભા કરેલા બનાવટી કોલેજના હેડ સાથે મુલાકાત કરાવી બાકીની માતબાર રકમ મેળવી જે તે યુનિવર્સિટીનો બનાવટી એલોટમેન્ટ લેટર તેમજ ફી ભર્યાની પહોંચ પણ આપતા હતા.
આ તમામ લોકોએ ગુડગાવ, ગુજરાત સહિતના રાજ્યોમાં આ જ રીતે એમ.ઓ વાપરી ઠગાઇ કરતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.