ગાંધીનગર : રાજ્યનાં લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. SEBC-OBC  વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર- દાખલાી મુદ્દત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાનોને પ્રમાણપત્ર મુદ્દત 31 માર્ચ 2020ના રોજ પુરી થાય છે તે દાખલાઓ હવે 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે. જેથી કચેરીઓ પરની ભીડ ટાળી શકાય. સરકાર દ્વારા વિદ્યાર્થી લક્ષી નિર્ણય લેવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં જૂથ અથડામણ, 8 લોકોને ઈજા; એકની હાલત અતિ ગંભીર

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલા, જાતીના દાખલા વગેરે જે સરકારી કામકાજમાં કામ આવતા હોય છે, તે દર વર્ષે રિન્યુ કરવામાં આવતા હોય છે. OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફઇકેટ આવક દાખલાની સમય મર્યાદા 3 વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમય મર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પુર્ણ થતી હોય તે આપોઆપ 31 માર્ચ, 2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે. આ મુદ્દત વધારવા માટે તેમને મામલતદાર કચેરી કે કોઇ સક્ષણ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવી પડશે નહી.


રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તૂટવાની 2017થી પ્રથા શરૂ

લોકડાઉન બાદ નવા શૈક્ષણીક વર્ષની શરૂઆત થતા લાખો યુવાનોએ નોન ક્રિમીલીયર સર્ટીફિકેટનાં દાખલા મેળવવા માટે મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહી પડે અને 31 માર્ચ, 2020એ પુરા થતા આવકના દાખલા વધુ એક વર્ષ એટલે કે 31, માર્ચ 2021 સુધી માન્ય ગણાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube