જામનગરમાં જૂથ અથડામણ, 8 લોકોને ઈજા; એકની હાલત અતિ ગંભીર

 જામનગરના સચાણામાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાઓ સહિત 8 લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અથડામણની ઘટનામાં એક ઈસમની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

Updated By: Jun 6, 2020, 04:13 PM IST
જામનગરમાં જૂથ અથડામણ, 8 લોકોને ઈજા; એકની હાલત અતિ ગંભીર

મુસ્તાક દલ, જામનગર: જામનગરના સચાણામાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાઓ સહિત 8 લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અથડામણની ઘટનામાં એક ઈસમની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:- રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને બચાવવા જરૂરી બન્યું, આજે રિસોર્ટમાં બેઠક

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના સચાણામાં જમીનના મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું, બંને પક્ષે સામસામે ધોકા, પાઇપ, તલવાર સહિતના હથિયારો વડે હુમલા કર્યો હતો. જેમાં 8 વ્યક્તિઓને નાની-મોટી ઈજા પહોંચી છે. આ તમામ લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક ઈસમની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:- રાજકોટ: સેન્ટ્રલ જેલમાંથી 2 મોબાઇલ અને 1 ચાર્જર મળી આવતા પોલીસ ફરિયાદ

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસના પ્રાથમિક તારણમાં જમીન મામલે ઝગડો ચાલી રહ્યો હતો. જેને લઇ અથડામણ થયાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube