Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં  વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 24 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં હળવા વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે. બીજા દિવસથી લઇ આગાહી છ દિવસ વરસાદનું જોર ક્રમશ ઘટશે. અમદાવાદમાં એકાદ વરસાદનો હળવો સ્પેલ પડી શકે છે. જોકે, હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. 


સોમનાથ મંદિરમાં શ્રાવણ નિમિત્તે મોટા બદલાવ કરાયા, દર્શન કરવા જવાના હોય તો ખાસ વાંચો


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મુજબ, તારીખ 26 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો, પરંતુ ઓગસ્ટ આવતા જ વરસાદે વિરામ લીધો છે. હાલ ભારતના ઉત્તર ભાગોમાં વરસાદ છે. પરંતુ નીચેના રાજ્યો સાવ કોરાકટ છે. આવામાં 26 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ આવશે. 


તેમણે જણાવ્યું કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમાં સામાન્ય ભેજ હોવાથી હાલ માત્ર વરસાદી ઝાપટા આવી રહ્યાં છે. પરંતું 20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવશે. 16 ઓગસ્ટથી જ ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવશે. 17 ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવી રહ્યો છે. આવામાં અગત્સ્યનો ઉદય થાય છે. જે શુકન ગણાય છે. 


ગુજરાત યુનિ/ના નવા કુલપતિએ સપાટો બોલાવ્યો, HPP કોર્સ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક


અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભૂમધ્ય મહાસાગર પર દક્ષિણ ગોળાર્ધ તરફ ચારેક વાવાઝોડા બન્યા છે. જે ઉત્તર પેસિફિક મહાસાગર તરફ તેનો ભેજ ખેંચીને લઈ જઈ રહ્યા છે. જે ટ્રેડ પવનો ભૂમધ્ય રેખા ઉપરથી થઈને હિન્દ મહાસાગરના માર્ગે આફ્રિકાના ભાગો તરફથી વળાંક લઈને અરબી સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં સારો ભેજ લાવતા નથી. તેથી ચોમાસાએ બ્રેક લીધો છે. 


પરંતું 19, 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવશે. તારીખ 27 થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી વરસાદની જમાવટ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 


અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે