અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. વાતાવરણમાં વાદળો તો છે, પરંતું વરસાદ આવતો નથી. ઉપલા લેવલમાં ભેજ ન હોવાથી વરસાદમાં બ્રેક લાગી છે. પરંતું ગુજરાત બહુ લાંબો સમય કોરું નહિ રહે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ચોમાસું દસ્તક દેશે. 26 ઓગસ્ટથી ગુજરાતમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ આવશે. 20 ઓગસ્ટ બાદથી ચોમાસાની ધરી નીચે આવવાથી વરસાદી વાતાવરણ સર્જાશે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલની જમાવટ થશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મુજબ, તારીખ 26 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો, પરંતુ ઓગસ્ટ આવતા જ વરસાદે વિરામ લીધો છે. હાલ ભારતના ઉત્તર ભાગોમાં વરસાદ છે. પરંતુ નીચેના રાજ્યો સાવ કોરાકટ છે. આવામાં 26 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ આવશે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમાં સામાન્ય ભેજ હોવાથી હાલ માત્ર વરસાદી ઝાપટા આવી રહ્યાં છે. પરંતું 20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવશે. 16 ઓગસ્ટથી જ ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવશે. 17 ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવી રહ્યો છે. આવામાં અગત્સ્યનો ઉદય થાય છે. જે શુકન ગણાય છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભૂમધ્ય મહાસાગર પર દક્ષિણ ગોળાર્ધ તરફ ચારેક વાવાઝોડા બન્યા છે. જે ઉત્તર પેસિફિક મહાસાગર તરફ તેનો ભેજ ખેંચીને લઈ જઈ રહ્યા છે. જે ટ્રેડ પવનો ભૂમધ્ય રેખા ઉપરથી થઈને હિન્દ મહાસાગરના માર્ગે આફ્રિકાના ભાગો તરફથી વળાંક લઈને અરબી સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં સારો ભેજ લાવતા નથી. તેથી ચોમાસાએ બ્રેક લીધો છે.
પરંતું 19, 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવશે. તારીખ 27 થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી વરસાદની જમાવટ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
Trending Photos