રાજકોટ :રાજકોટના રૈયાધાર વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. આ વિસ્તારના એક પરિવારના લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ બાદ પરિવારના 150થી વધુ લોકોને આંખમાં એકસાથે ઈન્ફેક્શન થયું હોવાની ઘટના બની છે. જેને કારણે પરિવારના 150 થી વધુ લોકોની આંખમાં સોજા આવ્યા છે. બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોને આંખમાં સોજા ચઢી ગયા છે. ત્યારે આ બનાવ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 


દિવાળી બાદ વધુ પ્રદૂષિત બની અમદાવાદની હવા, આ વિસ્તારોમાં છે સૌથી ખરાબ હાલત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયાધાર વિસ્તારમાં રહેતા મોકરશી પરિવારને ત્યાં ગઈકાલે દીકરીની સગાઈ પહેલા દાંડિયા રાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા આવેલા તમામ મહેમાનો આંખમાં ઈન્ફેક્શન થયું હતું. લગભગ 150 જેટલા પરિવારના સદસ્યોને ઈન્ફેક્શન થઈને આંખે સોજા આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રસંગ બાદ જ તમામને આંખમાં તકલીફ થવાની શરૂઆત થઈ હતી. જેથી તમામને આંખની હોસ્પિટલમા સારવાર માટે દોડવું પડ્યું હતું. સવારે 5 વાગ્યાથી લઈને આંખની તકલીફો શરૂ થતા દર્દીઓએ હોસ્પિટલની વાટ પકડી હતી. જોકે, ઈન્ફેક્શન વધુ ન હોવાથી આગામી 24 કલાકમાં તેમની આંખ સારી થઈ જશે તેવું તબીબોએ જણાવ્યું. 


રિલીઝના ચાર દિવસ બાદ ‘હેલ્લારો’ સામે નોંધાઈ ફરિયાદ, ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો થયો છે ઉપયોગ...


રૈયાધાર વિસ્તારમાં એક જ પરિવારના લોકોને આંખમાં સોજો આવવાનો મામલામાં રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. જેમાં ફટાકડાના ધુમાણા કારણે આંખમાં અસર થઇ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં લોકોને આંખના ટીપા અને દવા આપવામાં આવશે. તો બીજી તરફ, વાયરલ ઇન્ફેક્શન છે કે કોઈ કેમિકલની અસર તે તપાસ બાદ જ માલૂમ પડશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube