દિનેશચંદ્ર વાડીયા/રાજકોટ :આજે ધોરણ-10નું પરિણામ આવ્યું છે. જેમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાસ થનારા વિદ્યાર્થીઓના ઘરે સેલિબ્રેશન થઈ રહ્યું છે, તો બીજી તરફ નાપાસ તથા ઓછા માર્કસના વિદ્યાર્થીઓ હતાશ થયા છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉપલેટામાં બન્યો છે. નાપાસ થનાર ઉપલેટાની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...


પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉપેલટાની ઉષાગૌરી નલીનભાઈ પરમાર નામની યુવતી બે વિષયોમાં નાપાસ થઈ હતી. તેણે પોરબંદર રોડ પર કાળાનાલા પાસે આવેલ 6 માળની બિલ્ડીંગ પરથી કૂદકો લગાવ્યો હતો. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા પર તે પડતા તેનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોએ તથા દુકાનદારોએ તાત્કાલિક તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તેની તબિયત સારી હોવાનું કહેવાય છે. 
વિદ્યાર્થીનીની માતા GRD માં ફરજ બજાવે છે. 


એક સમયે દીક્ષા લેવાનો નિર્ણય કરી ચૂકેલી અમદાવાદની બ્રિન્દાએ મેળવ્યા 99.11 પર્સન્ટાઈલ



ઉલ્લેખનીય છે કે, પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓના મનમાં એટલા હદે હાવી થઈ ગયો છે કે, તેઓ ન કરવાનું પગલુ ભરી દે છે. બોર્ડ એક્ઝામ દરમિયાન અને રિઝલ્ટ આવવાના સમયે અને આવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આવા પગલા ભરે છે. આ માટે જ શિક્ષણ વિભાગ દ્વારા તથા વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણનો ભાર જીરવી શક્તા નથી. વડોદરામાં ગઈકાલે એક જ દિવસમાં આત્મહત્યાના બે બનાવો બન્યા છે, જેમાં આત્મહત્યા કરનારા બે વિદ્યાર્થીઓ છે. બંને વિદ્યાર્થીઓએ નાપાસ થવાના ડરથી જ આત્મહત્યા કરી છે.