તેજસ દવે/મહેસાણા:  કડી તાલુકાના લ્હોર ગામનો દલિત અને બિન દલિત સમાજ વચ્ચે થયેલા વયમનસ્યના કારણે સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં દલિત સમાજના લગ્નના વરઘોડાને લઈને રાજકારણ ગરમાયુ હતું. જ્યારે આજે દેશના 70 વર્ષ બાદ પણ દલિત અને બિન દલિત સમાજ વચ્ચે આભડછેટના મામલાને લઈને આજે લ્હોર ગામે આભડછેટ નાબુદીને લઈ ને બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી દલિત સમાજ હાજર રહીને બિન દલિત સમાજને સમજણ આપી હતી કે દલિત સમાજ પાસે આભડછેટ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવરસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ પર રાખવામાં આવતી ધુરણ અને સામાજિક બહિષ્કારનો ભોગ આવનારા સમયમાં ન થાય તે માટે ગામના દલિત વિસ્તારની પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કડી તાલુકાના લ્હોર ગામના લોકો મોટી સંખ્યામાં આ આભડછેટના બેસણામાં હાજર રહ્યા હતા.


પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા


ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી લોકો અહીં ખાસ હાજરી આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખાસ હાકલ કરવામાં આવી હતી, અને પત્રિકા પણ વહેચતી કરવામાં આવી હતી. જેમાં 70 વર્ષ બાદ પણ બિન દલિત સમાજ દલિત સમાજ પર આભડછેટ રાખે છે. તે દૂર કરીને સમાજીક સમરસતા આવે તેવા પ્રયાસ ટ્રસ્ટ સહિત ગામ અને દલિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દલિત આગેવાનો પણ હાજર રહેવા ગયા હતા.



આમતો મહેસાણાના કડી વિધાનસભા સીટએ આમ તો અનુસૂચિત કરવામાં આવી છે. અને તેજ વિધાનસભામાં આજે કોંગ્રેસ અને ભાજપના અનુસૂચિત જાતિના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. તેવામાં આ મસ મોટો માંડવો અને સ્ટેજ સહિત પર આજે ગામ અને સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજ હાજર હતો. પરંતુ એક પણ ધારાસભ્ય આ જગ્યા પર ફરક્યું નહીં અને આભડછેટના બેસણામાં હાજરી ન આપીને આ ગરીબ એવા દલિત સમાજને આભડછેટથી દૂર કરવાની કોશિશ ન કરતા અનેક સવાલો ઉભા કર્યા છે.