પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતમાં મતગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાન થવાની શક્યતા હોવાને કારણે તમામ રાજ્યોના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા

બ્રિજેશ દોશી/અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતમાં મતગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાન થવાની શક્યતા હોવાને કારણે તમામ રાજ્યોના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. 

ગુજરાત રાજ્યમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઇને કેન્દ્રીયગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને પોલીસ ફોર્સને પણ સતર્ક રહેવાના સૂચન આપી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળો પર તોફાન થવાની શક્યતાઓ હોવાથી કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા દેશના તમામ રાજ્યોના પોલીસ સતર્ક રહેવાના આદેશ આપાવમાં આવ્યા છે.

જમીન ખતરાને નિષ્ફળ કરવા વાયુસેનાએ ગુજરાતમાં શરૂ કરી આ પ્રકારની કવાયત

ગુજરાતમાં પણ પોલીસને સતર્ક રહેવાના આદેશ 
ગુજરાતમાં ઇલેક્શન બાદ હવે મતગણતરી થવાની છે ત્યારે ગુજરાતમાં પરિણામો પહેલા રાજ્યની પોલીસ ફોર્સને સતર્ક રહેવાના આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પરિણામોના 24 કલાક પહેલાથી જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણી 2014ના પરિણામનુ પુનરાવર્તન થશે કે, ઈતિહાસ બદલાશે? 24 કલાકમાં ફેંસલો

ગુજરાતમાં 13 સીએપીએફની કંપની બંદોબસ્ત કરશે
આવતીકાલે મતગણતરી હાથ ધરાવાની છે, ત્યારે ગુજરાતમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ સીએપીએફની એક પ્લાટુન 24 કલાક સુધી તૈનાત રહેશે. મતગણતરી પૂરી ન થાય ત્યા સુધી આ પ્લાટુન ખડેપગે રહેશે. એક પ્લાટુનમાં 10 જેટલા સશસ્ત્ર જવાનો સામેલ છે, જેઓનો ત્રિસ્તરીય સુરક્ષામાં ગોઠવાયા છે. રાજ્યમાં કુલ 13 સીએપીએફ કંપનીઓ સુરક્ષા માટે ફાળવાઈ છે. પ્રત્યેક ગણતરી કેન્દ્રના કમ્પાઉન્ડમાં 50 હથિયારધારી એસઆરપી જવાનો તથા કમ્પાઉન્ડ બહાર 20 પોલીસ જવાનોનો સ્ટાફ ખડેપગે રહેશે.

લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ગાંધીનગરમાં મતગણતરીની તમામ તૈયરીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરીને લઇને તમામ ઇવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે, તો ગાંધીનગર લોકસભા બેઠકના મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા માટે 125થી વધુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news