મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં મહાકાય ખાનગી કંપની રિલાયન્સમાં સિક્યુરિટી તરીકે કામ કરતા પરપ્રાંતિય યુવાને પોતે આર્મીનો મેજર ન હોવા છતાં મેજર જેવો ડ્રેસ પહેરી લગ્ન માટે યુવતીઓને ફસાવતો હોવાની ઘટના બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે સમગ્ર ઘટનાને લઇને એસઓજી દ્વારા આ નકલી મેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે લગ્ન માટે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરનાર લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગત મુજબ હરિયાણાના હિસારના વતની અને મોટી ખાવડી રિલાયન્સ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેજર ન હોવા છતાં આર્મી મેજરનો યુનિફોર્મનો શર્ટ જેમાં અમદાવાદ કેન્ટના ફોર્મેશન સાઇન તથા સર્વિસ રિબિન તેમજ રાષ્ટ્રીય રાઇફલના સિમ્બોલ અને મિસાઇલ બેઝ તથા આર્મી ચીફ પ્રશંસાપત્ર અને જીઓસી પ્રમાણપત્ર વિગેરે શર્ટમાં ધારણ કરેલ હતું.


માતૃપ્રેમ: સિંહણે ઉછરેલા દીપડાના બચ્ચાનું 45 દિવસ બાદ મોત


આ અંગેની વિગતો સામે આવતાં કર્મચારી ભુજ આર્મી કેમ્પ એરિયા મૂળ ગામ કાતરના વતની રાજેશકુમાર રાઠોડ દ્વારા મેઘપર પોલીસમાં વિકાસ સંઘમાં વિરૂદ્ધ આઈપીસી કલમ 170,171 મુજબ ફરિયાદ નોંધાવી હતી. હાલ જામનગર એસઓજી પોલીસ દ્વારા ભુજ આર્મીની ફરિયાદ અનુસંધાને નકલી મેજર વિકાસ સાંગવાનની અટકાયત કરી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


જયંતી ભાનુશાળી હત્યા કેસ, મુખ્ય આરોપી છબીલ પટેલ ભાગેડૂ જાહેર


ઘટનાની જાણવા મળતી વધુ વિગત મુજબ પકડાયેલા વિકાસ વર્ષ2016થી રિલાયન્સ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરે છે. અને પોતાના લગ્ન કરવા હોય આથી ડુપ્લિકેટ મેજર બન્યો હતો. ડુપ્લિકેટ મેજર વાળી વર્દીના ફોટા યુવતીઓને વોટ્સએપ કરી તેની સાથે લગ્ન કરવા માટેનો પ્રયાસ કરતો હતો. જ્યારે મેજરનો યુનિફોર્મનો શર્ટ પહેરીને ખોટી ઓળખ આપી ફોટા પડાવીને આ ફોટાઓ વોટ્સએપમાં યુવતીને વાયરલ કર્યા હતા આ બાબતની જાણકારી મળતાં તપાસના અંતે તેની સામે વિધિવત કાર્યવાહી કરવામાં આવી હતી.


અમદાવાદ: શહેરના નામી બિલ્ડર ‘સફલ કન્સ્ટ્રક્શન’ પર આઇટી વિભાગની રેડ


પોલીસ દ્વારા નકલી મેજર વિજય કંપનીમાં કેટલાક સમયથી રહીને તેની શું શું અન્ય પ્રવૃત્તિ હતી, કોને કોને ફોટા મોકલીને ફસાવવાનો પ્રયાસ કર્યો તે અંગેની વિગતો મેળવાઇ રહી છે. જયારે હરિયાણાનો વિકાસ વિજય સાંગવાન કે જે પોતાને મેટ્રોમોનિયલ સાઇટ પર આર્મી મેજર હોવાની ઓળખ આપતો હતો તે હાલ તો પોલીસને હાથે ચડી ગયો છે. ત્યારે આ મહાશયે આર્મીના પોશાક અને નકલી મેડલ સાથે ઘણા આર્મી કેમ્પોમાં પણ મુલાકાત લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી હવે આ દિશામાં પણ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.