માતૃપ્રેમ: સિંહણે ઉછરેલા દીપડાના બચ્ચાનું 45 દિવસ બાદ મોત

સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન હોય છે. પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્ચાનું લાલન પાલન કરેતો નવાઈની કહેવાઈને? તો આવીજ એક નવાઈ પમાડે તેવી વિરલ ઘટના ગીરના જંગલમાં બની હતી. પરંતુ દુર્ભાગ્ય વર્ષએ દીપડાના બચ્ચાનું હવે 45 દિવસ પછી મોત થઇ ગયું છે. વન અધિકારીઓએ દીપડાના બચ્ચાનું નામ મોગલી અને તેની પાલક સિંહણ માતાનુંનું નામ રક્ષા પડ્યું હતું.  
 

માતૃપ્રેમ: સિંહણે ઉછરેલા દીપડાના બચ્ચાનું 45 દિવસ બાદ મોત

હનીફ ખોખર/જૂનાગઢ: સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન હોય છે. પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્ચાનું લાલન પાલન કરેતો નવાઈની કહેવાઈને? તો આવીજ એક નવાઈ પમાડે તેવી વિરલ ઘટના ગીરના જંગલમાં બની હતી. પરંતુ દુર્ભાગ્ય વર્ષએ દીપડાના બચ્ચાનું હવે 45 દિવસ પછી મોત થઇ ગયું છે. વન અધિકારીઓએ દીપડાના બચ્ચાનું નામ મોગલી અને તેની પાલક સિંહણ માતાનુંનું નામ રક્ષા પડ્યું હતું.  

જંગલ ગીરનું હોય કે આફ્રિકાનું હોય હંમેશા સિંહ અને દીપડાઓ વચ્ચે દુશ્મનાવટજ હોય છે. જયારે જયારે આમનો સામનો થઇ જાય ત્યારે એક બીજાને મારી નાખવા માટે જીવલેણ હુમલાઓ કરતા હોય છે. પરંતુ દુનિયા ક્યાંય પણના બની હોય તેવી હેરત પમાડે તેવી ઘટના ગીરના જંગલ માંથી સામે આવી હતી. 

સૌને આશ્ચર્ય પમાડે તેવી ઘટનાએ હતી કે, એક સિંહણ એક દીપડાના બચ્ચાને સાચવી રહી હતી અને ઉછેરી રહી હતી અને વન અધિકારીઓએ દીપડાના બચ્ચાનું નામ મોગલી અને તેની પાલક સિંહણ માતાનું નું નામ રક્ષા પડ્યું હતું, જોકે દુર્ભાગ્યવર્ષએ દીપડાના બચ્ચાનું હવે 45 દિવસ પછી મોત થઇ ગયું છે. આ અંગે ગીર ફોરેસ્ટ પૂર્વ ના નાયબ વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે દીપડાના બચ્ચાનું જન્મજાત આંતરડાની બીમારીના કારણે મોત થયું છે.

Chitto.jpg

 અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું

ગીરના જંગલમાં કુલ મળીને 700થી વધારે સિંહો અને તેનાથી ડબલ વસ્તી દીપડાઓની છે પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય આ પ્રકારની ઘટના ગીરમાં જોવા મળી નથી. સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ ખૂંખાર પ્રજાતિના હોય છે. પરંતુ આ ઘટના હંમેશાને માટે પ્રાણીઓમાં પણ માતૃત્વની ભાવના દર્શાવતી સુપ્રસિદ્ધ વાર્તા જંગલ બુકની યાદ અપાવતી રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news