રવિ અગ્રવાલ/વડોદરા: પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની સારવાર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બોગસ તબીબની રાવપુરા પોલીસે ધરપકડ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. માત્ર પાંચ ધોરણ પાસ બોગસ તબીબ કઈ રીતે લોકોને છેતરતો હતો. પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની ગંભીર બીમારીથી પીડાતા લોકોનો લાભ ઉઠાવી મૂળ રાજસ્થાનના કોટાના અને સુરતના કામરેજ ચોકડી પાસે ખુલ્લા મેદાનમાં દવાખાનું હંકારતા બોગસ તબીબ ઇમામુદ્દીન હફિઝ મોહમ્મદ શેખની રાવપુરા પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરાની પરણિતા પર દુષ્કર્મ આચરનાર આસિફ નામનાં શખ્સની ધરપકડ


રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રશાંત ટેલરે ફરિયાદ નોધાવી કે આરોપી તેમના ઘરે આવી તેમની બહેન મીતાની પેરાલિસિસની બીમારી દૂર કરવાનું આશ્વાસન આપ્યું હતું. જેના માટે તેને સર્જરીના સાધનથી મીતાના શરીરમાં છેદ પાડી કોઈ સફેદ કલરનું પ્રવાહી કાઢ્યું. એક સફેદ કલરના પ્રવાહીનું ટીપુ કાઢવા આરોપી ફરિયાદી પાસે 3000 રૂપિયા ની ઉઘરાણી કરતો. ફરિયાદી પાસેથી આરોપીએ 85 હજાર રૂપિયા પડાવ્યા. પરંતુ પેરાલિસિસની બીમારી દૂર ન થતાં ફરિયાદીને છેતરાયાનો અનુભવ થયો અને પોલીસમાં ફરિયાદ કરી.


એક તરફી પ્રેમમાં યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ


બોગસ તબીબ ઇમામુદ્દીન શેખના અનેક લોકો વડોદરામાં ભોગ બન્યા છે. વડોદરાના જ ગોત્રીમાં રહેતા વિજયકુમાર પુરોહિત પાસેથી આરોપી એ 50 હજાર, સમામાં રહેતા બ્રિજ મોહન પાસેથી 35 હજાર રૂપિયા, અને વારસિયામાં રહેતા કનૈયાલાલ પાસેથી પણ રૂપિયા પડાવ્યા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી માત્ર પાંચ ધોરણ પાસ છે. આરોપી મેડિકલ દુકાનમાંથી સર્જિકલ સાધનો કરી પોતે તબીબ હોવાનુ નાટક કરતો હતો. પોલીસે ભોગ બનનાર લોકોને સામે આવી ફરિયાદ નોધાવવા અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube