અલ્કેશ રાવ/બનાસકાંઠા: લાખણી ખાતે આવેલ સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી. તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમીરગઢ ચેકપોસ્ટ પર દેશી કટ્ટા અને 16 જીવતા કારતૂસ સાથે ચાર લોકો ઝડપાતા ચકચાર


જે ચૂંટણીકાર્ડ પ્રાથમિક રીતે બનાવટી હોવાનું જણાતા દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી નેશનલ સી.એસ.સી. સેન્ટર ઉપર જઇ કોમ્પ્યુટરના સી.પી.યુ. લઇ સંચાલક પાસે કોમ્પ્યુટર ચાલુ કરાવી ચકાસણી કરતાં તેના કોમ્પ્યુટરમાં sk prints.xyzPORTAL સોફ્ટવેરમાં ચુંટણી કાર્ડની વિગતોમાં સુધારા-વધારા કરેલા હોવાનું જણાયું હતું. તેમના દ્વારા અરજદારને નકલો આપતા હોવાનું જણાતાં ભારતના ચૂંટણી પંચના મતદાર તરીકે માન્ય પુરાવા એવા એપીક કાર્ડ જેવા દેખાતા બનાવટી એપીક કાર્ડ બિનઅધિકૃત રીતે કાઢવા તેમજ મતદાર નોંધણી અધિકારીની બનાવટી ડિજિટલ સહીવાળા દસ્તાવેજ ઉભા કરાયા હતા. દિયોદર નાયબ કલેક્ટર મહેન્દ્રભાઇ દેસાઇએ નેશનલ સી.એસ.સી. સેન્ટરના સંચાલક અમૃતભાઈ વસાભાઇ માજીરાણા (રહે. લાખણી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


જમીન પર બિનકાયદેસર કબ્જો કરનારાઓ પર સરકાર આકરા પાણીએ, જમીન ખરીદી સંરક્ષણ બંન્ને સરળ


જોકે લાખણી ગ્રામપંચાયતના આગળના ભાગમાં એક કાપડની દુકાનમાં નેશનલ સી.એસ.સીનું બોર્ડ મારુ એક ટેબલ ઉપર લેપટોપ અને પ્રિન્ટર રાખીને ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતા અમરત મજીરાણાની પોલ ખુલી જતા તેને રાતોરાત બોર્ડ હટાવી લઈને તે ફરાર થઈ ગયો હતો. આ બાબતે આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં અમરત માજીરાણા નામના આરોપીએ તેના ફેસબુક ફ્રેન્ડ પાસેથી ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ કાઢવાનું ઓનલાઈન સોફ્ટવેર રૂ. 2000માં લીધું હતું.


અમીરગઢ ચેકપોસ્ટ પર દેશી કટ્ટા અને 16 જીવતા કારતૂસ સાથે ચાર લોકો ઝડપાતા ચકચાર


લાખણીના નેશનલ સી.એસ.સી. સંચાલકને કોઈ અજાણ્યા સુનિલકુમાર નામના શખ્સ ફેસબુક પર મિત્રતા કરી સરકાર માન્ય આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કાઢવા માટે રૂ.2000 માં sk prints.xyz PORTAL સોફ્ટવેર આપ્યું હતું. ત્યારબાદ મોબાઈલ નં. 8078693669 દ્વારા વોટ્સએપ કોલથી વાત કરી વોટ્સએપ દ્વારા જ સોફ્ટવેર, યૂઝરનેમ અને પાસવર્ડ આપ્યો હતો.અને ત્યાર બાદ તેને લાખણીમાં સેન્ટર ખોલીને લોકોને ચૂંટણીકાર્ડ સહિત અનેક દસ્તાવેજો કાઢી આપતો હતો જોકે પોલીસે આમાં અન્ય કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. લાખણી પંથકમાં મોટાભાગના લોકો ઓછું ભણેલા હોવાથી આવા ઠગ ભગતો ઓનલાઈન કામકાજ માટેના સેન્ટરો ખોલીને લોકોને ડુપ્લીકેટ દસ્તાવેજો કાઢી આપતા હોય છે. જોકે બાદમાં અજણાતાં આવા લોકો જોડે દસ્તાવેજો કઢાવનાર લોકો ફસાઈ જતાં હોવાથી લોકોને ચેતનવાની જરૂર છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube