ઉદય રંજન / અમદાવાદ : 15થી 22 હજાર રૂપિયામાં બોગસ જીઆરડી કાર્ડ બનાવી દેનાર ગેંગ ઝડપાઇ. તોડપાણી માટે યુવકોએ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવતા અસલાલી પોલીસે ગુનો નોંધી સાતેય લોકોની ધરપકડ કરી. જેમાં પાંચ લોકો જેલ હવાલે કરાયા છે. જ્યારે બે લોકો હાલ રિમાન્ડ પર છે. ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક તે જોઇને ચોંકી ઉઠશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીઆરડીના બોગસ આઇકાર્ડ બનાવનાર ગેંગ ઝડપાઇ છે. બુટલેગરો તેમજ વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરવા માટે આ કાર્ડ બનાવી આપવાની વાત પર તપાસ થશે. ગેંગનો પર્દાફાશ થતા સાત લોકોની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દીક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનિષ પ્રજાપતિ, અમિત રાવલ છે. જેમાં મુખ્ય આરોપી છે અમિત અને મનીષ. ધરપકડ કરાયેલી આ ગેંગે લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં કામ કરતા એક કર્મચારી મારફતે જીઆરડીના બોગસ કાર્ડ બનાવી દીધા હોવાનો ધટકસ્ફોટ થયો છે. 


સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર જાલુસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ તે ત્રણ દિવસ પહેલા ડ્યુટી પર હતા, ત્યારે અસલાલી પાસે ટોલનાકા પર બે જીઆરડીના જવાનો વાહનોને રોકીને ચેંકીગ કરતા હતા. જાલુસિંહ ચૌહાણ નવા જીઆરડી જવાનોને જોઇને તેમની પાસે ગયા હતા અને તેમની પુછપરછ કરીને તેમનુ નામ સુનિલ પરમાર અને વિશાલ પરમાર હતું. તેમના આઇકાર્ડ જોતાની સાથે જાલુસિંહ ચૌહાણને શંકા ગઇ હતી કે યુવકોએ બોગસ આઇકાર્ડ બનાવ્યા છે. જાલુસિંહે તેમની ધરપકડ કરવાની જગ્યાએ તેમની ગેંગમાં કેટલા લોકો છે, તેની પુછપરછ અત્યંત ચપળતાપુર્વક કરી. બંન્ને યુવકો સાથે બીજા પણ બે યુવકો આગળ ડ્યુટી કરતા હોવાનું કહ્યુ હતું. જાલુસિંહ તે બન્ને યુવકો પાસે ગયા હતા. જ્યા જઇને તેમની પણ શાંતીથી પુછપરછ કરી હતી. બે યુવકોના નામ હાર્દિક પરમાર અને મહેશ પરમાર હતા અને તેમના આઇકાર્ડ જોયા હતા. ચારેય યુવકોએ જીઆઇડીની વર્દી પહેરી હતી અને ચારરસ્તા પર પોતાની ડ્યુટી કરતા હતા.


આઇકાર્ડ બોગસ હોવાનુ સામે આવતા જાલુસિંહે તેમને ડ્યુટી કરવા દીધી હતી. બીજા દિવસે તેમના અધિકારીને જાણ કરી દીધી હતી. જીઆરડીના અધિકારીએ ચારેય લોકોની અટકાયત કરી લીધી હતી. તેમની પુછપરછ કરતા તેમને 22 હજાર રૂપિયામાં બનાવ્યા હોવાનું ખુલ્યુ હતું. બકલ નંબરના આધારે આ કૌભાડનો પર્દાફાશ થયો હતો. જે બકલ નંબર કાર્ડમાં લખવામાં આવ્યો હતો તે અસલાલીનો નહી પરંતુ સાણંદ તેમજ ધોળકા જીલ્લાના જીઆરડી જવાનનો હતો. 


બકલ નંબરને સર્વીસબુકમાં ચેક કરતા તે અન્ય લોકોને ફાળવેલા હોવાનું સામે આવ્યુ. સાથે સાથે આરોપીએ 22 હજાર રૂપિયામાં કાર્ડ બનાવ્યા. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં અમિત રાવલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. જેમા તેમની પાસે જવાનોના તમામ ડેટા હોવાથી તેનો દુરઉપયોગ કરીને 15થી 22 હજાર રૂપિયામાં લોકોને બોગસ કાર્ડ બનાવીને આપતા હતા. અમિત રાવલ તમામને સ્માર્ટ કાર્ડ બનાવીને આપતો હતો. 20 કરતા વધુ લોકોને કાર્ડ બનાવી આપ્યા  હોવાનો ઘટસ્ફોટ થયો છે.


આરોપીઓએ તોડપાણી માટે કાર્ડ બનાવ્યા હતા કે કેમ તે બાબતે તપાસ તો શરૂ કરાઇ. જીઆરડીને આમતો રોજના 250 રૂપિયા મળે છે પરંતુ બોગસ કાર્ડ બનાવીને રોડ પર વર્દી પહેરીને આરોપીઓ વોચમાં રહેતા હતા. શંકાસ્પદ વાહનચાલકો પાસેથી પાસેથી તોડપાણી કરવાનુ કાવતરુ આ ગેંગે બનાવ્યુ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube